43 વર્ષની મિત્રતામાં મેં કયારેય પણ મોદીને ચા વેચતા જોયા નથીઃ તોગડીયા

અટલ સમાચાર,ડેસ્ક વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ કહ્યું હતું કે તેની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મિત્રતા 43 વર્ષની છે પણ તેમણે ક્યારેય મોદીને ચા વેચતા જોયા નથી. હાલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ રહેલા તોગડીયાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો રામ મંદિર બનાવવાનો ઇરાદો નથી. તોગડીયાએ કહ્યું હતું
 
43 વર્ષની મિત્રતામાં મેં કયારેય પણ મોદીને ચા વેચતા જોયા નથીઃ તોગડીયા

અટલ સમાચાર,ડેસ્ક

વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ કહ્યું હતું કે તેની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મિત્રતા 43 વર્ષની છે પણ તેમણે ક્યારેય મોદીને ચા વેચતા જોયા નથી. હાલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ રહેલા તોગડીયાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો રામ મંદિર બનાવવાનો ઇરાદો નથી.
તોગડીયાએ કહ્યું હતું કે 9 ફેબ્રુઆરીએ હિન્દુઓની નવી પાર્ટીની જાહેરાત થશે અને એક વખત પાર્ટી ચૂંટણી જીતી જાય તો બીજા દિવસે મંદિર બની જશે. પ્રધાનમંત્રી મોદી પર ટિપ્પણી કરતા તોગડીયાએ કહ્યું હતું કે તે ત્રણ તલાક બિલ લાવવા માટે અડધી રાત સુધી સંસદ ચલાવી શકે છે પણ આવું રામ મંદિરના મુદ્દે કરવા માંગતા નથી.તોગડીયાએ દાવો કર્યો છે કે જો તેમની પાર્ટી સત્તા પર આવશે તો કાશ્મીરમાં લાગુ આર્ટિકલ 35-એ રદ કરાશે અને ત્યાં કોઈપણ જમીન ખરીદી શકશે. પત્થરબાજોને સબક શીખવાડવામાં આવશે. 2019ની ચૂંટણી હાર્યા પછી મોદીએ ગુજરાત અને ભૈય્યાજી જોષીએ નાગપુર પાછા ફરવું પડશે.
તોગડીયાએ કહ્યું હતું કે મોદી જો ફરી પણ જીતી જાય તો પણ રામ મંદિર બનશે નહીં, કારણ કે આ બીજેપી અને આરએસએસના જીવનનો આધાર છે. એક મુદ્દો ચાલ્યો જાય તો આ બે દળો પાસે કશુ જ બચે નહીં અને તે ખતમ થઈ જશે. જેથી તે આ મુદ્દાને બનાવી રાખવા માંગે છે.