અટલ સમાચાર, વડગામ
વડગામ તાલુકાના જલોતરા ગામે જલોતરા ચૌધરી સમાજ સમુહલગ્નોત્સવ સમિતિ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મીઠાઇ, ફુલવડી, દાળ-ભાતનુ જમણ આપવામાં આવ્યુ હતું. શાળા પરિવારે પ્રિતીભોજન કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં શાળા પરિવાર, ગ્રામજનો અને ભૂલકાઓએ સમિતિનો આભાર માન્યો હતો.