આગાહી@ઉ.ગુઃ સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદ આવશે

અટલ સમાચાર, મહેસાણા હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતા 11 અને 12 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 માર્ચે બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 3 દિવસ પછી મહત્તમ તાપમાનમાં વધારો થશે. અટલ
 
આગાહી@ઉ.ગુઃ સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદ આવશે

અટલ સમાચાર, મહેસાણા

હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતા 11 અને 12 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 માર્ચે બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 3 દિવસ પછી મહત્તમ તાપમાનમાં વધારો થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ અને સુઇગામના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાવ અને સુઈગામમાં ભારે પવન ફૂંકાયો છે. વાદળછાયું વાતાવરણ બનતા ધરતીપુત્રોને માવઠાનો ભય સતાવી રહ્યો છે. પાકના કાપણી સમયે માવઠું થાય તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. કમોસમી વરસાદ પડે તો જીરૂ, રાઇ, ઇસબગુલ, તમાકુ, રાજગરો તેમજ અન્ય પાકને નુકસાન થવાની ભીતિ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તકેશોદમાં પણ કમોસમી વરસાદ થયો હતો. આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાઇ ગયા હતા..અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોના જીરૂ, ઘઉં, વરીયાળી, ચણા સહિતના પાકોમાં ભારે નુકસાન થવાની શક્યતા છે.