બે પ્રેગ્નન્સી વચ્ચે ૧૨થી ૧૮ મહિનાનો ગાળો રાખો, નહી તો મુશ્કેલીમાં મુકાશો

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. કહેવાય છે કે જો ડિલિવરીનાં એક જ વર્ષમાં મહિલા ફરીથી પ્રેગ્નન્ટ થઈ જાય તો એ તેનાં અને બાળકનાં સ્વાસ્થ્યને મુશ્કેલી ઉભી કરી શકે છે. જો કે અમેરિકાની હાર્વર્ડ સ્કૂલ ઓફ
 
બે પ્રેગ્નન્સી વચ્ચે ૧૨થી ૧૮ મહિનાનો ગાળો રાખો, નહી તો મુશ્કેલીમાં મુકાશો

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. કહેવાય છે કે જો ડિલિવરીનાં એક જ વર્ષમાં મહિલા ફરીથી પ્રેગ્નન્ટ થઈ જાય તો એ તેનાં અને બાળકનાં સ્વાસ્થ્યને મુશ્કેલી ઉભી કરી શકે છે.

જો કે અમેરિકાની હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ અને કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાનાં નિષ્ણાંતોએ એક પ્રયોગમાં નિદાન મેળવ્યું છે કે ૧૨ મહિનાની અંદર ફરીથી પ્રેગ્નન્સી રહે તો એ માત્ર ૩૫ વર્ષથી મોટી વયની મહિલાઓમાં જ નહીં, કોઈ પણ ઉંમરની મહિલાઓ માટે જોખમ ઉભુ કરી શકે છે.

૩૫ વર્ષથી મોટી વયની મહિલાઓમાં બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ઓછો હોય છે એનું કારણ છે કે મોટા ભાગે આ મહિલાઓ મોડેથી ફેમિલી પ્લાનિંગ શરૂ કરે છે અને જાણી જોઈને બે બાળકો વચ્ચેનો સમય ઓછો રાખે છે. જો મમ્મી અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સારું રહે એવું ઈચ્છતા હો તો બે પ્રેગનન્સી વચ્ચેનો ગાળો ઓછામાં ઓછા ૧૨થી ૧૮ મહિનાનો રાખવો જરુરી બને છે.