આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

અમદાવાદ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ(રાજ્યકક્ષા) દ્રારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2 યોજવાની તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. જેને લઇ આજે પાટણ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કમલેશ વ્યાસ સહિતના આગેવાનોએ બિઝનેસ સમિટને લઇ વિગતો જણાવી હતી. બિઝનેસ સમિટનો મુખ્ય હેતુ બ્રહ્મસમાજના બેરોજગાર યુવાનોને રોજગારી આપવા સાથે યુવા પ્રતિભાવોનું સન્માન થવાનુ સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પાટણના બળીયા હનુમાનજી મંદીર ખાતે ગુરૂવારે સમસ્ત બ્રહ્મ સમાજ(રાજ્યકક્ષા)ની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આગામી સમયમાં અમદાવાદ ખાતે યોજાનારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટને લઇ કરાયેલી પ્રેસમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. બેઠકના અધ્યક્ષ કમલેશ વ્યાસે જણાવ્યુ હતુ કે, બ્રાહ્મણ સમાજના બેરોજગાર યુવાનોને રોજગાર મળી રહે તે ઉદ્દેશથી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યુ છે.

તેમણે ઉમેર્યુ હતુ કે, જુદા-જુદા 80 જેટલી કંપનીઓના સ્ટોલ કરીને યુવાનોને નોકરીની ઓફર કરાશે. દરેક યુવાનો તેમની ડીગ્રી-પ્રમાણપત્રો લઇને એપ્લાય કરશે અને જો શક્ય હશે તો કંપનીઓ દ્રારા સ્થળ પર જ ઓર્ડર આપી દેવાશે. આ પ્રસંગે સંગઠન મંત્રી રાજેશ વ્યાસ, પાટણ જીલ્લા પ્રમુખ હરેશ વ્યાસ, ઉપપ્રમુખ કિરણ દવે, વિરેશ વ્યાસ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code