તૈયારી@પાટણ: BJP મહામંત્રીના પુત્રની નોકરી ખોટી સાબિત કરવા MLA મેદાને

અટલ સમાચાર,પાટણ પાટણ ધારાસભ્યએ ભાજપના પ્રદેશ મહામંત્રીના પુત્રની નોકરીને લઇ અગાઉ રજૂઆત કરી હતી. જેમાં કોઇ તપાસ નહિ થતાં તેમજ માહિતી પણ નહિ મળતાં મોટો નિર્ણય કર્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલે બીજેપી મહામંત્રી કે.સી.પટેલના પુત્રની નોકરી ગેરકાયદેસર સાબિત કરવા ધરણાં કરવા તૈયારી કરી છે. આગામી 12 માર્ચે સચિવની ચેમ્બર પાસે સાથી ધારાસભ્યો સાથે ઉપવાસ ઉપર
 
તૈયારી@પાટણ: BJP મહામંત્રીના પુત્રની નોકરી ખોટી સાબિત કરવા MLA મેદાને

અટલ સમાચાર,પાટણ

પાટણ ધારાસભ્યએ ભાજપના પ્રદેશ મહામંત્રીના પુત્રની નોકરીને લઇ અગાઉ રજૂઆત કરી હતી. જેમાં કોઇ તપાસ નહિ થતાં તેમજ માહિતી પણ નહિ મળતાં મોટો નિર્ણય કર્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલે બીજેપી મહામંત્રી કે.સી.પટેલના પુત્રની નોકરી ગેરકાયદેસર સાબિત કરવા ધરણાં કરવા તૈયારી કરી છે. આગામી 12 માર્ચે સચિવની ચેમ્બર પાસે સાથી ધારાસભ્યો સાથે ઉપવાસ ઉપર બેસવાની ચિમકી ઉચ્ચારતો પત્ર લખ્યો હોવાનું સામે આવતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી.પટેલના પુત્ર નૈતિક પટેલ યુ.એન.મહેતા કાર્ડીયોલોજી ઇન્સ્ટીટ્યુટમાં નોકરી કરે છે. જેમાં નૈતિક પટેલની નિમણુંક ગેરકાયદેસર રીતે થઇ હોવાનો સનસનીખેજ આક્ષેપ પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલે કર્યો હતો. જેના ભાગરૂપે અગાઉ રાજ્ય સરકારને રજૂઆત કરી તપાસની માંગ કરી હતી. જોકે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિને મળી તપાસ કરવા સાથે માહિતી આપવા રજૂઆત કરી હતી. જોકે કોઇ ખોટુ નહિ થયાનો જવાબ મળતાં ધારાસભ્યએ ધરણાંની તૈયારી શરૂ કરી છે.

તૈયારી@પાટણ: BJP મહામંત્રીના પુત્રની નોકરી ખોટી સાબિત કરવા MLA મેદાને

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કે.સી.પટેલના પુત્ર નૈતિક પટેલની અભ્યાસકાળથી માંડી નિમણુંક સુધીની તમામ વિગતો મેળવી ધારાસભ્ય કિરીટ પટેલે લડત આદરી છે. જેમાં નૈતિક પટેલની નિમણુંક ગેરકાયદેસર હોવાની રજૂઆતમાં ધારાસભ્ય કિરીટ પટેલે તપાસ અર્થે કેટલીક વિગતો સચિવને આપી હતી. જેમાં આશાસ્પદ પરિણામ નહિ મળતાં ધારાસભ્યએ આગામી 12 માર્ચે સચિવની ઓફીસ આગળ અન્ય ધારાસભ્યો સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવાની તૈયારી બતાવતો પત્ર મુખ્યમંત્રી અને રાજ્યપાલને લખ્યો છે.