તૈયારી@સમી: ટીડીઓ બન્યા તલપાપડ, મહેસાણા બદલી થવા આદરી મથામણ

અટલ સમાચાર, મહેસાણા પાટણ જીલ્લાની સમી તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી ટીડીઓ લાંબો સમય ટકતા નથી. તાજેતરમાં સાબરકાંઠા જીલ્લાથી સમી ટીડીઓ તરીકે આવેલા દિનેશ પટેલ પણ તલપાપડ બની જીલ્લા ફેરબદલી કરાવવા મથી રહયા હોવાનું સામે આવ્યુ છે. સમીથી મહેસાણા તાલુકા પંચાયતમાં જવા માટે જે રીતે મથામણ અને તૈયારી થઇ રહી છે, તે જોતા વતન નજીક
 
તૈયારી@સમી: ટીડીઓ બન્યા તલપાપડ, મહેસાણા બદલી થવા આદરી મથામણ

અટલ સમાચાર, મહેસાણા

પાટણ જીલ્લાની સમી તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી ટીડીઓ લાંબો સમય ટકતા નથી. તાજેતરમાં સાબરકાંઠા જીલ્લાથી સમી ટીડીઓ તરીકે આવેલા દિનેશ પટેલ પણ તલપાપડ બની જીલ્લા ફેરબદલી કરાવવા મથી રહયા હોવાનું સામે આવ્યુ છે. સમીથી મહેસાણા તાલુકા પંચાયતમાં જવા માટે જે રીતે મથામણ અને તૈયારી થઇ રહી છે, તે જોતા વતન નજીક પહોંચવાની ચાલ હોવાનું સામે આવ્યુ છે.

આગામી દિવસોએ વહીવટી કે રાજકીય કારણોસર ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર તાલુકા વિકાસ અધિકારીઓની બદલી થવાની સંભાવના બની છે. હકીકતે મોટાભાગના ટીડીઓની બઢતી અને બદલી લોકસભા ચુંટણી અગાઉ થઇ ગઇ હતી. હવે જયારે આચારસંહિતા પુર્ણ થયા બાદ શરૂ થયેલી ગતિવિધિમાં પસંદગીની જગ્યાએ જવા રહી ગયેલા ટીડીઓ હરકતમાં આવ્યા છે.

સમી ટીડીઓ દિનેશ પટેલને સાબરકાંઠાથી બદલી થઇને આવ્યાને મહિનાઓનો સમય વિતી જવા છતાં અપડાઉન કરી રહયા છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, દિનેશ પટેલ મુળ મહેસાણા તાલુકાના પાલોદર ગામના વતની છે. સમીથી બદલી કરાવીને મહેસાણા ટીડીઓ તરીકે બેસી જવા બરોબરના રઘવાયા બન્યા હોવાનું ચર્ચાઇ રહયુ છે. જોકે, હાલના મહેસાણા ટીડીઓ ગણતરીના મહિના પહેલા આવ્યા હોઇ બદલીમાં વહીવટી કરતા રાજકીય મથામણ વધે તેમ છે.