તૈયારી@પાલનપુર: બનાસ ડેરીની ચૂંટણી 19 ઓક્ટોમ્બરે, જીત મેળવવા કવાયત શરૂ

અટલ સમાચાર, પાલનપુર કોરોના મહામારી વચ્ચે બનાસ ડેરીની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સહકારી આલમમાં રાજકીય ગરમાવો આવી છે. કોરોના લગત ગાઇડલાઇન મુજબ બનાસડેરીની ચૂંટણી યોજવાને લઇ હાઇકોર્ટમાં રજૂઆત થઇ હતી. જેની સામે હાઇકોર્ટે બનાસ ડેરીની ચૂંટણી બંધ કરવા કે યથાવત રાખવા કહ્યુ નથી. જોકે કોરોનાની ગાઇડલાઇન મૂજબ ચૂંટણી યોજવા
 
તૈયારી@પાલનપુર: બનાસ ડેરીની ચૂંટણી 19 ઓક્ટોમ્બરે, જીત મેળવવા કવાયત શરૂ

અટલ સમાચાર, પાલનપુર

કોરોના મહામારી વચ્ચે બનાસ ડેરીની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સહકારી આલમમાં રાજકીય ગરમાવો આવી છે. કોરોના લગત ગાઇડલાઇન મુજબ બનાસડેરીની ચૂંટણી યોજવાને લઇ હાઇકોર્ટમાં રજૂઆત થઇ હતી. જેની સામે હાઇકોર્ટે બનાસ ડેરીની ચૂંટણી બંધ કરવા કે યથાવત રાખવા કહ્યુ નથી. જોકે કોરોનાની ગાઇડલાઇન મૂજબ ચૂંટણી યોજવા આદેશ કર્યો છે. આથી બનાસ ડેરીના ચૂંટણી અધિકારીએ જાહેરનામું પ્રસિધ્ધ કરી આગામી 19 ઓક્ટોમ્બરે ચૂંટણી યોજવા તૈયારી શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તૈયારી@પાલનપુર: બનાસ ડેરીની ચૂંટણી 19 ઓક્ટોમ્બરે, જીત મેળવવા કવાયત શરૂ

ઉત્તર ગુજરાતની બનાસ ડેરીની ચૂંટણીની સત્તાવાર રીતે જાહેરાત થઇ ગઇ છે. બનાસડેરીનાં 16 ડિરેક્ટરો માટે 19 ઓક્ટોમ્બરે ચૂંટણી યોજાશે. જેમાં 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ભરવાનો સમય નક્કી કરાયો છે. આ સાથે 30 સપ્ટેમ્બરે ઉમેદવારીપત્રોની ચકાસણી, 1 ઓક્ટોમ્બરે માન્ય ઉમદેવારી પત્રોની યાદી જાહેર થશે.

તૈયારી@પાલનપુર: બનાસ ડેરીની ચૂંટણી 19 ઓક્ટોમ્બરે, જીત મેળવવા કવાયત શરૂ
જાહેરાત

આ તરફ 8 ઓક્ટોમ્બરે ઉમેદવાર પોતાની ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે. આ સાથે 9 ઓક્ટોમ્બરે ઉમેદવારોને પ્રતીક ફાળવણી કરી જે બાદ 19 ઓક્ટોમ્બરે મતદાન પ્રક્રિયા  યોજાશે. તો 20 ઓક્ટોમ્બરે મત ગણતરી કરવામાં આવશે. નોંધનિય છે કે, બનાસ ડેરીમાં કુલ સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો રોજનું 50 લાખ લીટર દૂધ ભરાવે છે.