આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર

કોરોના મહામારી વચ્ચે જૂની પેન્શન યોજના શરૂ કરાવવા શિક્ષક સંઘે ધારાસભ્યને પત્ર લખ્યો છે. વિગતો મુજબ ભાભર તાલુકાના પ્રાથમિક સંઘ દ્રારા અત્યારે ચાલુ નવી પેન્શન યોજનાને બદલે જૂની પેન્શન યોજના શરૂ કરવા માંગ ઉભી થઇ છે. જેમાં આજે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા વાવ વિધાનસભાના ધારાસભ્યને પત્ર લખી રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા ધારાસભ્યને પત્ર લખવામાં આવ્યો છે. ભાભર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અત્યારે ચાલુ નવી પેન્શન યોજના જે તા.1-4-2005થી અમલમાં છે. તેમાં શિક્ષકોને રિટાયર્ડ સમય પોતાનું ઘર જીવન ચલાવવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. કારણકે આ નવા પેન્શન યોજના નજીવું પેન્શન મળે છે. જેને કારણે પોતાના પરિવાર સાથે શિક્ષક નિવૃત્તિના સમયે ઘણી બધી તકલીફો વેઠવી પડે છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભાભર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા આજે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. પત્ર મુજબ તા.1-4-2005 પહેલાની જે પેન્શન યોજના હતી તેમાં શિક્ષક સક્ષમ રીતે પોતાની વૃદ્ધાવસ્થાની આજીવિકા ચલાવવા આસાન હતુ. જેને લઇ ભાભર તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દ્વારા વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા બાબતે આવેદનપત્ર આપ્યુ હતુ.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code