10% અનામતને રાષ્ટ્રપતિની પણ મંજૂરી: સવર્ણો ગદગદીત

અટલ સમાચાર, ડેસ્ક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સવર્ણોને આર્થિક 10 ટકા અનામતની મંજૂરી આપી દીધી છે. આ સાથે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામતની મોદી સરકારની જાહેરાત સફળ થતી જણાઇ રહી છે. EBC બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઇ છે. સંસદના બન્ને ગૃહોએ બિલને પાસ કર્યા બાદ રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા સવર્ણોને 10 ટકા અનામતને મંજૂરી
 
10% અનામતને રાષ્ટ્રપતિની પણ મંજૂરી: સવર્ણો ગદગદીત

અટલ સમાચાર,  ડેસ્ક

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સવર્ણોને આર્થિક 10 ટકા અનામતની મંજૂરી આપી દીધી છે. આ સાથે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામતની મોદી સરકારની જાહેરાત સફળ થતી જણાઇ રહી છે. EBC બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઇ છે. સંસદના બન્ને ગૃહોએ બિલને પાસ કર્યા બાદ રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા સવર્ણોને 10 ટકા અનામતને મંજૂરી મળી ગઇ છે. સુત્રોનું માનીએ તો એક સપ્તાહમાં 10 ટકા અનામતનો લાભ મળવાની શરૂઆત થઇ જશે.

લોકસભાએ મંજૂરી આપી

સામાન્ય વર્ગને આર્થિક રીતે નબળા લોકોને શિક્ષા અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવમાં સંવિધાન 124માં સંશોધન બિલને મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન બિલના સમર્થનમાં વધુ મતદાન થતા બિલ પાસ થયું હતું.

રાજ્યસભાએ મંજૂરી આપી

સંસદના શિયાળુસત્રનો 18માં દિવસે રાજ્યસભાની જ બેઠક થઈ હતી. રાજ્યસભામાં સામાન્ય વર્ગને 10 ટકા અનામત આપવાના મામલે 124મું બંધારણ સંશોધન બિલ રજૂ કરાયું હતું. જેના પાસ થવા પર સૌ કોઈની નજર હતી. લગભગ 8 કલાક જેટલી લાંબી ચર્ચા બાદ રાજ્યસભામાં પણ આ સંશોધન બિલ પાસ થયું હતું.