ધાર્મિક@મહેસાણા: 52 ગજની ધજા સાથે પગપાળા સંઘ દેદીયાસણથી વિજાપુરડા રાજલ સિકોતર શક્તિપીઠ ખાતે જશે
Updated: Nov 14, 2022, 14:46 IST

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા જિલ્લાના વિજાપુરડા ગામે આ વર્ષે પણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિજાપુરડા સ્થિત રાજલ સિકોતર શક્તિપીઠ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેસાણાના દેદીયાસણથી વિજાપુરડા (રાજલ સિકોતર શક્તિપીઠ) ખાતે 52 ગજની ધજા સાથે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માં રાજલ સિકોતરના ભક્તો મોટી સંખ્યામાં જોડાશે.
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના વિજાપુરડા ગામે સતત 20માં વર્ષે માં રાજલ સિકોતર પગપાળા સંઘનું આગમન થશે. આગામી 29-11-2022ના રોજ માતાજીના પરમ સેવક પ્રવીણ જયમાડીના નિવાસસ્થાન દેદીયાસણથી વિજાપુરડા (રાજલ સિકોતર શક્તિપીઠ) ખાતે આ પગપાળા સંઘ પહોંચશે. જેમાં સવારે 08:17 કલાકે ઉત્તર ગુજરાતનો ટહુકતો મોરલો અને લોકગાયક જયદીપ પ્રજાપતિના તાલે સૂર-સંગીત સાથે આ રથનું આગમન થશે.