કાર્યક્રમ@પાટણ: ગુરુબ્રાહ્મણ સમાજના તેજાનંદી કર્મકાંડી ભૂદેવોનો સન્માન સમારોહ યોજાયો

 
Patan

અટલ સમાચાર, ડેસ્ક

મહર્ષિ તેજાનંદ સ્વામી યુવા ફાઉન્ડેશન દ્વારા આજે તેજાનંદી કર્મકાંડી ભૂદેવો નું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરુ બ્રાહ્મણ સમાજના કર્મકાંડી બ્રાહ્મણો નું પીતાંબર, પંચાગ અને સન્માન પત્ર આપી વધાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાટણવાડા ગુરુ બ્રાહ્મણ સમાજના ભૂદેવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ તરફ વિવિધ દાતાઓ નું પણ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

ગુરુ બ્રાહ્મણ સમાજના આરાધ્ય દેવ મહર્ષિ સ્વામી તેજાનંદ ની અગાઉ શોભાયાત્રા બાદ મહર્ષિ તેજાનંદ સ્વામી યુવા ફાઉન્ડેશન દ્વારા તેજાનંદી કર્મકાંડી ભૂદેવો નું સન્માન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરમાં આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે આયોજિત આ સનમાન સમારોહમાં પાટણ શહેર સહિત જિલ્લા અને પંથક ના અનેક ભૂદેવો વિનોદભાઇ કરલિયા. કાનજીભાઈ શ્રીમાળી, કૌશિકભાઈ પંડ્યા (આચાર્ય) સહિત દિગ્ગજો હાજર રહ્યા હતા.જેમાં મુખ્ય મહેમાન તરીકે મહંત ખેમચંદદાસ વેલ સાહેબની જગ્યા સંડેર, સુરેશભાઈ સાધુ ત્રિકમ સાહેબની જગ્યા, રવીન્દ્રભાઇ સાધુ મંછારામની જગ્યા, વાલદાસ સાધુ મોહન છબીલા ની જગ્યા, મહંત રાહુલભાઇ કરલિયા ગંગા માતા નો અખાડો પાટણ સહિતના મહાનુભાવોએ આશીર્વચન આપ્યા હતાં. 

પાટણ ખાતે અને ૨૬ મી જાન્યુઆરીએ યોજાયેલ કાર્યક્રમમાં મહર્ષિ તેજાનંદ સ્વામી યુવા ફાઉન્ડેશન ના મહેશભાઈ શ્રીમાળી, હરેશભાઈ કરલિયા,રાહુલભાઇ શ્રીમાળી, બાબુભાઈ શ્રીમાળી, પ્રભુદાસ શ્રીમાળી, પ્રવીણભાઈ શ્રીમાળી, જગદીશભાઈ શ્રીમાળી, મનસુખભાઇ શ્રીમાળી, મૂળચંદ ભાઈ સાધુ, ગણપતભાઈ રાનેર વિનોદભાઇ શ્રીમાળી રાનેર સહિત ના લોકો કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમના દાતા રજનીકાંત ગાંડાલાલ સોલંકી નું પણ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.