કાર્યક્રમ@પલાસર: પી.આર.પટેલ આર્ટ્સ કોલેજમાં નવી પહેલ, વિદ્યાર્થીઓ માટે "માર્ગ સુરક્ષા" વિષય પર વ્યાખ્યાન યોજાયું

 
Palasar

અટલ સમાચાર, ચાણસ્મા

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના પલાસર ગામે શાંત અને રમણીય વાતવરણમાં આવેલ પી.આર.પટેલ આર્ટ્સ કોલેજમાં અવાર - નવાર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. તાજેતરમાં 4 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય સેવા યોજના(N.S.S.) ના ઉપક્રમે "માર્ગ સુરક્ષા" વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. આ વ્યાખ્યાનના વક્તા રાધનપુર આર્ટ્સ કોલેજના પ્રો.ડો.વિમલભાઈ ખમાર હાજર રહ્યા હતા.

પલાસર કોલેજ ખાતે "માર્ગ સુરક્ષા" વિષય પર વ્યાખ્યાન દરમ્યાન પ્રો.ડો.વિમલભાઈ ખમારે રોડ અકસ્માતમાં થતા મૃત્યુ, તેની જાળવણી માટેના ઉપાયો, ટ્રાફિકના નિયમોનું પાલન, વિહિકલની સ્પીડ ધીમી રાખવી, જાહેર માર્ગો પર સ્ટંટ ના કરવા જોઈએ, વ્યસન કે ધૂમ્રપાન કરીને વાહન ના ચલાવવુ જોઈએ, મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો જોઈએ વગેરેની વિસ્તૃત માહિતી આપી હતી. 

નોંધનીય છે કે, પલાસર ખાતે આવેલ પી. આર.પટેલ આર્ટસ કોલેજના મહિલા આચાર્યા ડો.આરતીબેન.જી.પટેલે શાબ્દિક સ્વાગત કરી વક્તાને આવકાર્યા હતા. a સાથે ગુજરાતી વિષયના ડો.વિષ્ણુભાઈ.બી.પટેલે આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. મહત્વનું છે કે, યુવાનોમાં "માર્ગ સુરક્ષા" ને લઇ જ્ઞાન અને માહિતી હોવી ખૂબ જ જરૂરી છે.