ઉજવણી@સાંતલપુર: બાળકોના વિકાસ માટે આંગણવાડી કેન્દ્રોમાં પોષણ સંગમ જાગૃતિ દિવસ ઉજવાયો

 
Image
આઇસીડીએસ અને આરોગ્ય સ્ટાફ સહિત સરપંચ અને ગ્રામજનોએ હાજરી આપી હતી 

અટલ સમાચાર ડોટ કોમ, રમીલા પરમાર

આંગણવાડી કેન્દ્રોમાં આવતાં બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય કેન્દ્ર સરકારના સતત પ્રયાસો રહે છે. જેના ભાગરૂપે સાંતલપુર તાલુકાના કેન્દ્રોમાં સમગ્ર આઇસીડીએસ મહિલા ટીમની દોડધામ રહી હતી. ખાસ કરીને બાળકોને પ્રોત્સાહન મળે તેમજ ઉત્સાહમાં રહે તે માટે કલર બુક આપ્યા હતા. પોષણ સંગમ જાગૃતિ દિવસ માટે આંગણવાડી કેન્દ્રોના કાર્યકર, તેડાંગર, સુપરવાઈઝર, તલાટી, આચાર્ય અને આરોગ્ય સ્ટાફ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ જાગૃતિ દિવસની ઉજવણી સૌના સહીયારા પ્રયાસથી થઈ હતી. પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી અને અમીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સાંતલપુર તાલુકામાં દરેક ગામ વાઇસ તેમજ કેન્દ્ર વાઇઝ પોષણ સંગમ જાગૃતિ દિવસ ઉજવાયો હતો. જેમાં સરપંચ, તલાટી, શાળાના આચાર્ય, આરોગ્ય સ્ટાફ, સુપરવાઇઝર અને ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં SAM, MAM, SUW, MUWમાં અપડેટ થયેલા બાળકોના વાલીને રૂમાલ તેમજ બાળકોને કલર બુક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સીડીપીઓ, મુખ્ય સેવિકા NNM, PSE તેમજ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણ સંગમ કાર્યક્રમ વિશે સુંદર રીતે માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને ટી એચ આર વાનગી નિદર્શન પણ કરવામાં આવ્યું હતુ. પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટ અને ટીએલએમ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.