પ્રચારઃ મહેસાણા શહેર યુવા મોરચા દ્વારા દાંતામાં યુવા જોડો અભિયાનને આવકાર

અને આ યુવાઓને જ આવનારી ચુંટણીઓમાં પ્રજાનો વિશ્વાસ જીતવા દાંતા વિધાનસભામાં ઉતારવામાં આવ્યા છે.

 
mehsana

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા,તા.29 2022ની વિધાનસભા ચુંટણીને લઈ ભાજપે યુવા મોર્ચાને મેદાનમાં ઉતારી દીધો છે. 2014ની લોકસભા ચુંટણી વખતથી જ ભાજપ પક્ષે યુવાઓને કમળ તરફ વાળવા કરેલા પ્રયાસોમાં મહત્તમ સફળતા હાંસલ કરી છે. જેથી જ યુવાઓમાં ભાજપ પક્ષ તરફ આકર્ષણ જોવા મળે છે. અને આ યુવાઓને જ આવનારી ચુંટણીઓમાં પ્રજાનો વિશ્વાસ જીતવા દાંતા વિધાનસભામાં ઉતારવામાં આવ્યા છે.

mehsana

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

જેની તૈયારીઓને લઈ મહેસાણા શહેર યુવા મોરચા દ્વારા દાંતા વિધાનસભામાં યુવા જોડો અભિયાન તેજ કરી દીધું છે. જમીનીસ્તરે કામગીરી કરી રહેલા યુવા કાર્યકરો દાંતાના લોકોનો આત્મવિશ્વાસ જીતવાના કામે લાગી પડ્યા હતા. જેમાં મહેસાણા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મયુર પટેલ, શહેર યુવા મોરચા ઉપપ્રમુખ મેત્રેય પટેલ, યુવા મોરચા મંત્રી રવિન્દ્રસિંહ જાડેજા સહિત કારોબારી સભ્યો અને દાંતા તાલુકા યુવા પ્રમુખ વિરભદ્રસિંહ પરમાર અને બનાસકાંઠા જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ કુલદીપસિંહ પરમારની ટીમે પક્ષની કામગીરી અંગે લોકોને જાગૃત કરી માર્ગદર્શન આપ્યું હતું.