ગૌરવ@ગુજરાત: આ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગુજરાત માટે ગૌરવ રહેલી રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે. આ માટે લોકસભામાં ઐતિહાસિક બિલ પસાર થયું છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી ગુજરાતની આ શૈક્ષણિક સંસ્થાને હવે રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે. આ સૂચિત કેન્દ્રિય
 
ગૌરવ@ગુજરાત: આ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગુજરાત માટે ગૌરવ રહેલી રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે. આ માટે લોકસભામાં ઐતિહાસિક બિલ પસાર થયું છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી ગુજરાતની આ શૈક્ષણિક સંસ્થાને હવે રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે. આ સૂચિત કેન્દ્રિય યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર ખાતે જ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે અને આ ક્ષેત્રે પણ શૈક્ષણિક તકોનો વ્યાપ વધે તે માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને કારણે આ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મેળવશે. આ માટે લોક સભામાં આ અંગેનું ઐતિહાસિક બિલ કેન્દ્રિય ગૃહ રાજય મંત્રી જી.કિશન રેડ્ડી દ્વારા રજૂ કરાયું હતું અને લોકસભામાં પસાર પણ કરાયું છે. જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.

ગૌરવ@ગુજરાત: આ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે

મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, લોકસભામાં ગૃહરાજય મંત્રી રેડ્ડી દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ- 2020 પર ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી. ચર્ચા દરમ્યાન મંત્રી રેડ્ડીએ દેશના અનેક રાજ્યોના પોલીસ બળો તથા અર્ધલશ્કરી સુરક્ષા બળો માટે એક સમર્પિત શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન હોવાના મહત્ત્વ અંગે વિસ્તૃત માહિતી લોક સભાના સભ્યોને પૂરી પાડી હતી. મંત્રીએ ઉમેર્યું કે, આ બિલના માધ્યમથી ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દહેગામ સ્થિત લવાડ ખાતે કાર્યરત રક્ષા શક્તિ યુનિવર્સિટીને હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે અપગ્રેડ કરાઈ છે. એની સાથે જ RSUને ‘ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ (રાષ્ટ્રીય મહત્વનું શૈક્ષણિક સંસ્થાન)નો પણ દરજ્જો આપવામાં આવ્યો છે.

ગૌરવ@ગુજરાત: આ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે
જાહેરાત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી એક શૈક્ષણિક સંસ્થાને આ પ્રકારે રાષ્ટ્રીય દરજ્જો અપાઈ રહ્યો છે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ આ યુનિવર્સીટી ઉત્તરોત્તર પ્રગતિ કરીને દેશનું નામ રોશન કરશે એવો દ્રઢ વિશ્વાસ મંત્રીશએ વ્યકત કર્યો છે. લોકસભા દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલના પસાર કર્યાની સાથે દેશના પોલીસ અને સુરક્ષા બળો માટે ટ્રેનિંગ, રિસર્ચ, એકસ્ટેન્શન, એજ્યુકેશન (Tree)’ નું બહોળું માળખું સુદ્રઢ કરવાની દિશામાં ભારતે આગેકૂચ કરી છે.