ગૌરવ: કોરોનાની રસી શોધવામાં ગુજરાતને મળી મોટી સફળતા, CMOનું ટ્વીટ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં કોરોના વાયરસની રસી શોધવા તરફ એક મહત્વની સફળતા મળી છે. પહેલા રાજકોટમાં વેન્ટિલેટરના ઉત્પાદન બાદ PPE સુટ અને હવે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા એક મહત્વની શોધ કરવામાં આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ગુજરાતમાં કોરોના વાયરસ સામે લડવા માટે રાજકોટમાં વેન્ટિલેટર બનાવવામાં ગુજરાતીઓ સફળ રહ્યા ત્યાર બાદ PPE
 
ગૌરવ: કોરોનાની રસી શોધવામાં ગુજરાતને મળી મોટી સફળતા, CMOનું ટ્વીટ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસની રસી શોધવા તરફ એક મહત્વની સફળતા મળી છે. પહેલા રાજકોટમાં વેન્ટિલેટરના ઉત્પાદન બાદ PPE સુટ અને હવે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા એક મહત્વની શોધ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં કોરોના વાયરસ સામે લડવા માટે રાજકોટમાં વેન્ટિલેટર બનાવવામાં ગુજરાતીઓ સફળ રહ્યા ત્યાર બાદ PPE સુટ બનાવવામાં પણ સફળ રહ્યા ત્યારે ગુજરાતની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા કોરોના વાયરસની જીનોમ સિકવન્સ શોધી કાઢવામાં આવી છે જેને કારણે હવે કોરોનીની વેક્સિન અને દવા બનાવવામાં સરળતા રહેશે.

સીએમ ઓફિસના ઓફિશિયલ ટ્વીટર પેજ સીએમઓ ગુજરાત તરફથી સત્તાવાર રીતે આ માહિતી આપવામાં આવી છે.

ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ( GBRC )નાં વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે, દેશની એકમાત્ર રાજ્યની સરકારી લેબોરેટરી કે જેણે COVID19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને તે કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા બનાવવા, વેક્સિન બનાવવામાં ખુબ જ ઉપયોગી નિવડશે.

ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા 24 ઓગસ્ટ 2017ના રોજ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર( GBRC )ની સ્થાપના કરવામાં આવી હતી. બાયોટેક્નોલોજી ફિલ્ડમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટને પ્રમોટ કરવાનું કામ GBRC કરે છે.