ગૌરવઃ ‘મેડ ઈન ઇન્ડિયા’ કોરોના વેક્સીનની વધી માંગ, આ 9 દેશોએ ભારત પાસે મદદ માંગી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે દુનિયા કોરોના વેક્સીની રાહ જોઈ રહી છે. એવામાં કોરોના વેક્સીન મામલે કેટલાક દેશ ભારત તરફ વળી રહ્યાં છે. ભારત વેક્સીનના ઉત્પાદન અને સપ્લાય માટે સંપૂર્ણ તૈયાર છે. બ્રાઝિલ, મોરક્કો, સાઉદી અરબ, મ્યાન્માર, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા જેવા દેશે ભારત પાસે વેક્સીનની સત્તાવાર રીતે માંગ કરી છે. કોરોના વેક્સીનના વિતરણમાં ભારત
 
ગૌરવઃ ‘મેડ ઈન ઇન્ડિયા’ કોરોના વેક્સીનની વધી માંગ, આ 9 દેશોએ ભારત પાસે મદદ માંગી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે દુનિયા કોરોના વેક્સીની રાહ જોઈ રહી છે. એવામાં કોરોના વેક્સીન મામલે કેટલાક દેશ ભારત તરફ વળી રહ્યાં છે. ભારત વેક્સીનના ઉત્પાદન અને સપ્લાય માટે સંપૂર્ણ તૈયાર છે. બ્રાઝિલ, મોરક્કો, સાઉદી અરબ, મ્યાન્માર, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા જેવા દેશે ભારત પાસે વેક્સીનની સત્તાવાર રીતે માંગ કરી છે. કોરોના વેક્સીનના વિતરણમાં ભારત સરકાર બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા અને આફગાનિસ્તાન જેવા પાડોશી દેશો પર ધ્યાન આપશે. આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું છે કે, ભારત શરૂઆતથી જ Covid-19 મહામારી સામે જંગમાં વૈશ્વિક પ્રતિક્રિયામાં સૌથી આગળ છે. અમે આ દિશામાં સહકાર આપવાની ફરજ નિભાવીએ છીએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતની ભૂમિકા પર પુનરાવર્તન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતમાં બે વેક્સીન (કોવિશિલ્ડ-કોવાક્સિન)નો ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, અગાઉ ભારત બહારથી પી.પી.ઇ. કીટ, માસ્ક, વેન્ટિલેટર અને પરીક્ષણ કીટની આયાત કરતો હતો, પરંતુ આજે આપણો રાષ્ટ્ર આત્મનિર્ભર છે. ભારતને અનુરોધ કર્યો છે કે, તે ગવર્મેન્ટ ટૂ ગવર્મેન્ટના આધાર પર અથવી સીધી વેક્સીન ડેવલપર્સની સાથે આદેશ આપે, જે ભારતમાં વેક્સીન નિર્માણ કરી રહ્યાં છે.

સમાચારોનું માનીએ તો, નેપાળે ભારત પાસે 12 મિલિયન કોરોના વેક્સીનના ડોઝની માંગ કરી છે. ત્યારે ભૂટાને પુણેની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)માં નિર્મિત કરવામાં આવતી વેક્સીનની 1 મિલિયન ડોઝની માગ કરી છે. ત્યારે મ્યાનમારે પણ સીરમની સાથે એક ખરીરી કરાર પર હસ્તાક્ષર કર્યાછે. તો બીજી તરફ, બાંગ્લાદેશે કોવિશીલ્ડની 30 મિલિયન ડોઝની માંગ કરી છે.