બજેટ: વડાપ્રધાનનાં ભાઈ પ્રહલાદ મોદી લાલઘૂમ: નાણામંત્રીને ચેતવણી

અટલ સમાચાર, ગિરીશ જોશી રાજ્ય સરકારે બજેટમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો માટે કમિશન વધારાની ઘોષણા કર્યા બાદ નારાજગી ઊભી થઈ છે. માંગણી મુજબ કમિશન નહી વધારતા વડાપ્રધાનનાં સગાભાઈ લાલઘૂમ બની આંદોલન વધુ તાકાતથી કરવા જણાવી રહ્યા છે. નાણામંત્રીને ચેતવણી આપી લોકસભા ચૂંટણી દરમિયાન રાજ્ય સરકારનું નાક દબાવવાની તૈયારી કરી છે. નાણા મંત્રી નીતિન પટેલે પુરવઠા
 
બજેટ: વડાપ્રધાનનાં ભાઈ પ્રહલાદ મોદી લાલઘૂમ: નાણામંત્રીને ચેતવણી

અટલ સમાચાર, ગિરીશ જોશી

રાજ્ય સરકારે બજેટમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો માટે કમિશન વધારાની ઘોષણા કર્યા બાદ નારાજગી ઊભી થઈ છે. માંગણી મુજબ કમિશન નહી વધારતા વડાપ્રધાનનાં સગાભાઈ લાલઘૂમ બની આંદોલન વધુ તાકાતથી કરવા જણાવી રહ્યા છે. નાણામંત્રીને ચેતવણી આપી લોકસભા ચૂંટણી દરમિયાન રાજ્ય સરકારનું નાક દબાવવાની તૈયારી કરી છે.

નાણા મંત્રી નીતિન પટેલે પુરવઠા વિભાગ હેઠળની સસ્તા અનાજની દુકાનના સંચાલકો માટે નજીવું કમિશન વધાર્યું છે. અગાઉ પ્રતિ ક્વિન્ટલે રૂ. 102 કમિશન હતું, તેમાં રૂ. 23નો વધારો કરી કુલ રૂ.125 કરી દેવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી પ્રતિ ક્વિન્ટલે કુલ રૂ.250 કમિશન કરાવવા સહિતની પડતર માંગણીઓ માટે લડત આપતા સંચાલકો ફરી એકવાર નારાજ બન્યા છે. રાજ્ય સરકારે માત્ર 50 ટકા કમિશન વધારતાં સંચાલક સંઘના પ્રમુખ અને વડાપ્રધાનનાં સગાભાઈ પ્રહલાદ મોદી લાલઘૂમ બન્યા છે.

પ્રહલાદ મોદીએ સંચાલકોનું કમિશન રૂ. 250 કરી આપવા સહિતની માંગણીઓ મુદ્દે આંદોલન ચાલુ રાખવા એલાન કર્યું છે. આગામી 21 અને 22 ફેબ્રુઆરીએ ધરણાં બાદ 1લી માર્ચથી અનિશ્ચિત મુદ્દતની લડતનું આયોજન કર્યું છે. આવી સ્થિતિમાં લોકસભા ચૂંટણી દરમિયાન કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને ઘર્ષણનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.