modi gujarat
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર

ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ જુનાગઢ ખાતે સભાને સંબોધી હતી. જેમાં તેઓએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, ગામ અને શહેરનો વિકાસ અમારો ટ્રેક રેકોર્ડ છે. કોગ્રેસી ટેપ રેકોર્ડમાં એક જ ગીત વાગે છે. મોદી હટાવો, મોદી હટાવો. આ સિવાય તેમની પાસે કોઈ એજન્ડા નથી. આ જ કોંગ્રેસને સરદાર પટેલે પોતાના પુરુષાર્થથી સિચ્યુ હતું. કોંગ્રેસ એવા લોકોને સમર્થન આપી રહ્યું છે જે લોકો જમ્મુ-કાશ્મીરને દેશથી અલગ કરવા માગે છે, ત્યાં અલગ વડાપ્રધાન ઈચ્છે છે. શું આ દેશમાં બે વડાપ્રધાન હોવા જોઈએ? જમ્મુ-કાશ્મીરમાંથી હંમેશા દેશને તોડવાની વાત આવે છે. જમ્મુ-કાશ્મીર માટે દેશે પોતાના શૂરવીર પુત્રોના બલિદાન વેઠ્યા છે.

સરદારને કારણે કાશ્મીરનો ભાગ આપણી પાસે

સરદારે દેશને એક કર્યા, અને એક મુદ્દો નહેરુએ રાખ્યો, અને આજે તેના કારણે દેશનુ લોહી વહી રહ્યું છે. અમારા તમામ નિર્ણયોમાં દેશહિત સર્વોપરી હોય છે. ભારતના વિભાજન સમયે ઉથલપાથલ મચી હતી. ત્યારે સરદારે સેનાને હુકમ કર્યો અને નહેરુ જોતા રહી ગયા. સરદારની હિંમતને કારણે જ કાશ્મીરનો આટલો ભાગ આપણી પાસે બચી ગયો.

મોરારજીને પાછળના બારણેથી પાડી દીધા હવે મારો વારો

કોંગ્રેસનું નામ લીધા વિના મોદીએ કહ્યું કે આતંકવાદ હટાવવાની વાત કરે છે, ત્યારે કોંગ્રેસ અને તેમના સાથી મોદીને હટાવવાની વાત કરે છે. એવી કોઈ ગાળ નથી, જે આ દીકરાને ચોકીદારને ન આપી હોય. તેઓને ગુજરાતથી પહેલેથી જ નફરત છે. સરદારને ભૂલાવી દીધા. જો સરદાર ન હોત તો જુનાગઢ ક્યાં હોત, સોમનાથની દશા કેવી હોત. મોરારજીભાઈ સાથે પણ અન્યાય કર્યો. મોરારાજીની સરકારને પાછળના બારણેથી પાડી દીધા. હવે વારો મારો છે. હવે ચા વાળાએ પાંચ વર્ષ કાઢી નાખ્યા. એ પણ દમથી. આ ગુજરાતના માટીની તાકાત છે. દુનિયાના દેશો સાથે મળીને કામ કરવું એ ગુજરાતીઓનો મૂળ સ્વભાવ છે.

કોંગ્રેસ માત્ર રૂપિયા લૂંટવા સત્તામાં આવે છે

વડાપ્રધાને જનતાને જણાવતા કહ્યું કે તમારા દીકરાએ જે સરકાર ચલાવી તે જોઈને તમને ગર્વ થાય છે? ભ્રષ્ટાચારનો કોઈ ડાઘ નથી લાગ્યો તેનો ગર્વ થાય છે. આ ચોકીદાર ચોકન્નો છે, કોંગ્રેસના ઘોટાળામાં હવે એક નવુ નામ જોડાયું છે. હવે સબૂતની સાથે નવો ઘોટાળો કોંગ્રેસના લીડરના ખાતામાં જમા થયો છે. કોંગ્રેસ ગરીબનો મોઢામાં કોળિયો છીનવી પોતાના નેતાઓનું પેટ ભરી રહી છે. ગર્ભવતી મહિલાઓને મોકલવામાં આવતા રૂપિયાને લૂંટી રહી છે. હવે મધ્યપ્રદેશ પણ કોંગ્રેસનું એટીએમ બની ગયું છે. રાજસ્થાન અને છત્તીસગઢના પણ આવા જ હાલ થશે. કોંગ્રેસ માત્ર રૂપિયા લૂંટવા જ સત્તામાં આવે છે.

સર્જિકલ અને એર સ્ટ્રાઈકથી કોંગ્રેસ ડરી ગઈ

આજે દેશમાં ડરનુ વાતાવરણ બનાવાયું છે, પણ ડરમાં ફરક છે. સર્જિકલ અને એર સ્ટ્રાઈકથી કોંગ્રેસ ડરેલી છે. આખા દેશમાં બોમ્બ બ્લાસ્ટ થતા હતા અને આપણે ત્યાં સરકાર રિમોટ કન્ટ્રોલથી ચાલતી હતી. તમારામાં નૂર ન હોય તો જે લોકો કામ કરે છે તેને તો કરવા દો. જે લોકો ભારતની સેના પર શંકા કરે છે, આંતરે દિવસે પુરાવા માંગે છે. દેશના સપૂતોના ભરોસોમાં ભરોસો છે કે કોંગ્રેસની વાતમાં. દેશની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.

ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે વિકાસની વાત

ટુરિઝમના વિકાસ વિશે તેમણે કહ્યું કે, આજે ભારતનું ટુરિઝમ જે રીતે વિકસ્યું છે, તેનો લાભ સૌથી વધુ કચ્છ, જુનાગઢ, સ્ટેચ્યુ ઓફ યુનિટીને મળવાની શક્યતા છે. ગિરનારના રોપ-વેમાં કોંગ્રેસે ઘણા આડશ નાખ્યા. ગીરમાં રૂમ બૂક કરવા દિલ્હી સુધી ફોન આવે છે. ગુજરાતના કોસ્ટલ એરિયામાં જેટલા પણ ટુરિઝમ સેન્ટર છે, તેના આગળ વધારવાનું કામ કરી રહ્યા છે. ટુરિઝમને કારણે અનેક નવા અવસર પેદા થયા છે. સોમનાથમાં આજે 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવતા. કચ્છમાં રણ જોવાની ટુર ઉભી કરી, અને ત્યાં ટેન્ટ ઉભુ કરવા લોકો પીએમ ઓફિસ સુધી પત્રો લખતા હોય છે. ઘોઘા-દહેજ ફેરી સર્વિસ અમે કરીને બતાવી. પહેલીવાર ભારત સરકારે બજેટમાં જાહેરાત કરી કે, માછીમારો માટે અલગ મંત્રાલય બનાવાશે.

પ્રથમ વાર મતદાન કરતા યુવાઓને દેશ માટે વોટ કરવા અપીલ

યુવાનોને અપીલ કરી હતી કે પહેલીવાર મતદાર બનવુ મોટી વાત છે. પહેલીવાર નિશાન મૂકવા જઈએ ત્યારે ઘર થનગનતુ હોય. કારણ કે તેની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ શરૂ થતો હોય છે. આપણે ત્યાં યુવાનની પહેલી આવકને મંદિર, ગુરુ, માતાને ચરણે મૂકે. તેથી જ્યારે યુવાન પહેલીવાર વોટ આપવા જાય તો તેમના મનમાં ઉમંગ અને ઉત્સાહ હોવો જોઈએ. તમે દેશનું ભવિષ્ય નક્કી કરવા ભાગીદારી કરી રહ્યા છો. પહેલો વોટ માત્ર અને માત્ર દેશને સમર્પિત કરો. જાતિ કે સંપ્રદાય કે વાડાબંધીને નહિ. મજબૂત દેશ બનાવવા માટે, મજબૂત સરકાર બનાવવા માટે આપો. તમારો વોટ દેશની શક્તિ બને.

27 Oct 2020, 6:38 AM (GMT)

COVID-19 Global Stats

43,790,543 Total Cases
1,164,609 Death Cases
32,182,737 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code