કોન્ફરન્સ@પીએમઃ ગુજરાતમાં કોરોનાના ટેસ્ટ વધારવા પ્રધાનમંત્રી મોદીની ટકોર

અટલ સમાચાર,ડેસ્ક કોરોનાને લઇને પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત 10 રાજ્યોના સીએમ સાથે વિડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. ગુજરાતના સીએમ વિજય રૂપાણી પણ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા. જેમાં પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કોરોનાના ટેસ્ટ વધારવા માટે ટકોર કરી હતી. પીએમએ વધુમાં કહ્યુ કે, કેન્દ્ર રાજ્ય સાથે કામ કરે છે. આપણે સાચી દિશામાં આગળ વધ્યા. કોરોનાથી
 
કોન્ફરન્સ@પીએમઃ ગુજરાતમાં કોરોનાના ટેસ્ટ વધારવા પ્રધાનમંત્રી મોદીની ટકોર

અટલ સમાચાર,ડેસ્ક

કોરોનાને લઇને પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત 10 રાજ્યોના સીએમ સાથે વિડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. ગુજરાતના સીએમ વિજય રૂપાણી પણ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા. જેમાં પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કોરોનાના ટેસ્ટ વધારવા માટે ટકોર કરી હતી. પીએમએ વધુમાં કહ્યુ કે, કેન્દ્ર રાજ્ય સાથે કામ કરે છે. આપણે સાચી દિશામાં આગળ વધ્યા. કોરોનાથી મૃત્યુ દર દેશમાંઘટી રહ્યો છે. મૃત્યુદર એક ટકાથી ઓછો કરવા લક્ષાંક છે. રાજ્યમાં 4 લાખ 93 હજાર વ્યક્તિઓ કોરેન્ટાઇન છે. 1500 વ્યક્તિઓને ફેસીલીટી કોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાને લઇ પીએમ મોદીએ સમિક્ષા બેઠક કરીછે. 10 સીએમ સાથે બેઠક કરી છે. જેમાં પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, 6 લાખની વધુ એક્ટિવ કેસ છે. 10 રાજ્યોમાં 80 ટકા એક્ટીવ કેસ છે. 100 ટકા સ્કિનિગ કરવું જોઇએ. કોરોના ગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલા તમામના 72 કલાકમાં રીપોર્ટ કરવા જોઇએ. સંબોધનમાં મોદીએ દજણાવ્યુ હુ કે, કોરોનાને લઇ લોકોના મનમાં ડર ઓછો થયો છે. દરેક લોકો પોતાના સ્તર પર સારી કામગીરી કરી રહ્યા છે. જેમ જેમ ટેસ્ટીગ વધારાશે તેમ તેમ કોરોના પર કાબુ મેળવી શકાશે. ગુજરાતમાં કોરોનાના ટેસ્ટ વધારવા પ્રધાનમંત્રી મોદીએ ટકોર કરી છે. ગુજરાતમાં અત્યાર સુધી 10 લાખ 17 હજાર 234 કોરોનાના ટેસ્ટ થયા છે. રાજ્યમાં ગઇકાલે કોરોનાના 29 હજાર ટેસ્ટ કરાયા છે.