આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક જલદી થિયેટરમાં રિલિઝ થવા જઈ રહી છે. પરંતુ રિલીઝ પહેલા જ આ ફિલ્મ વિવાદમાં સપડાઈ છે. હાલમાં જ ફિલ્મનું બીજુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું. જેમાં ફિલ્મના સોન્ગ રાઈટરના સ્થાને ગીતકાર જાવેદ અખ્તરનું નામ લખ્યું છે. પરંતુ જેવી જાવેદ અખ્તરની નજર આ પોસ્ટર પર પડી કે તેમણે ફિલ્મમેકર્સને સોશિયલ મીડિયામાં ખખડાવી નાખ્યાં હતા. જાવેદ અખ્તરનું કહેવું છે કે તેમણે આ ફિલ્મના ગીતો લખ્યા નથી.

જાવેદ અખ્તરે ટ્વિટ એકાઉન્ટથી ‘પીએમ નરેન્દ્ર મોદી’નું પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે મને ફિલ્મનું પોસ્ટર જોઈને શોક લાગ્યો છે. મેં આ ફિલ્મનું એક પણ ગીત લખ્યું નથી. હવે હકીકત શું છે તે વાતનો ખુલાસો તો ત્યારે થશે જ્યારે જાવેદની વાતનો કોઈ જવાબ આપશે. કારણ કે અત્યાર સુધી મેકર્સ તરફથી આ અંગે કોઈ જાણકારી અપાઈ નથી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code