આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ચાણસ્મા વિધાનસભા મતદાર વિભાગ 15 એપ્રિલના રોજ હારીજ ખાતે ખાનગી માલિકીનું વાહન નંબર જીજે-24-વી-9551 વગર પરવાનગીએ ઉમેદવારના ચૂંટણીપ્રચારમાં રોકાયેલ હોવાનું જણાઈ આવતાં સદરહું વાહન તાલુકામાં કાર્યરત ફલાઈંગ સ્ક્રવોર્ડ મારફતે જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી પાટણ સંસદીય મતદાર વિભાગ અને જીલ્લા ચૂંટણી અધિકારી પાટણ દ્વારા આ અંગે તાત્કાલીક અસરથી તપાસ કરી આચારસહિતાના ભંગ બદલ અને મોટર વાહન અધિનિયમની જોગવાઈના ભંગ બદલ વાહન માલિક વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવા માટે મદદનીશ ચૂંટણી અધિકારી પાટણ લોકસભા મતદાર વિભાગ અને ચાણસ્મા વિધાનસભા મતદાર વિભાગ અને નાયાબ કલેક્ટર સમીને સુચના આપવામાં આવી હતી, જે બાબતે પોલીસ ફરિયાદની કાર્યવાહી ચાલું છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code