આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ ફેબ્રુઆરીના અંતે કે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયે સત્તાવાર રીતે જાહેર થઇ જશે. આથી કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધી માટે વિવિધ રાજ્યોમાં બેઠકો ગોઠવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ગુજરાત કોંગ્રેસમાં જાણે નવો પ્રાણ પુરવા ટૂંક સમયમાં પ્રિયંકા ગાંધી ચુંટણીલક્ષી બેઠક કરવા આવશે.લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારક અને યુવાનોમાં લોકપ્રિય બનેલા પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ બનાવ્યા છે. અગાઉ લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની 80માંથી કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી હતી. આથી પ્રિયંકાને પોતાની તમામ તાકાત લગાવી દેવા માટેની સૂચના મળી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પણ ગત ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી લીધી હતી. આ વખતે કોંગ્રેસની સ્થિતિ કફોડી ના બને તે માટે પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં મોકલાશે. પ્રિયંકા ગાંધી આગામી દિવસોમાં અમદાવાદમાં આવશે અને પ્રદેશના નેતાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરશે. જેમાં ભાજપ સામે કઈ રીતે જીતી શકાય તેનું માર્ગદર્શન આપશે. આ સાથે કયા જિલ્લામાં અને કયા વિસ્તારોમાં કોંગ્રેસની સ્થિતિ નબળી છે તેની વિગતો મેળવશે. સૌથી મહત્વની વાત એ છે કે ભાજપના મજબૂત ગણાતા કેટલાક વિસ્તારોમાં પ્રિયંકા ગાંધી જાહેર સભા પણ સંબોધશે. જેને લઇ ગુજરાત કોંગ્રેસ દ્વારા આ માટેનું આયોજન હાથ ધરાઇ રહ્યું છે.

ભાજપને ચુંટણી રણનીતિ બદલવી પડશે.

સુત્રોએ જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધી આકર્ષક અને સ્ટાર ચહેરો હોવાથી ભાજપને નવેસરથી વિચારવાની ફરજ પડી છે. ભાજપ પણ પ્રિયંકા ગાંધી સામે સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતારવાની તૈયારીમાં લાગી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code