સંભાવના@કાંકરેજ: શાળા પરથી પસાર થતો વીજ વાયર વિદ્યાર્થીઓને ખતરા સમાન

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર) કાંકરેજ તાલુકાના કંબોઇ ગામે વીજ વિભાગની બેદરકારી સામે આવી છે. ગામની પ્રાથમિક શાળા ઉપરથી પસાર થતી વીજ લાઈન ગંભીર ખતરા સમાન હોવાનું ગામલોકો માની રહ્યા છે. ભવિષ્યમાં મોટી જાનહાનિ થઇ શકે તેવી સંભાવના દર્શાવતા ચકચાર મચી ગઇ છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઇ ગામે યુજીવીસીએલ સામે ગ્રામજનો આક્રમક બની ગયા
 
સંભાવના@કાંકરેજ: શાળા પરથી પસાર થતો વીજ વાયર વિદ્યાર્થીઓને ખતરા સમાન

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ તાલુકાના કંબોઇ ગામે વીજ વિભાગની બેદરકારી સામે આવી છે. ગામની પ્રાથમિક શાળા ઉપરથી પસાર થતી વીજ લાઈન ગંભીર ખતરા સમાન હોવાનું ગામલોકો માની રહ્યા છે. ભવિષ્યમાં મોટી જાનહાનિ થઇ શકે તેવી સંભાવના દર્શાવતા ચકચાર મચી ગઇ છે.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઇ ગામે યુજીવીસીએલ સામે ગ્રામજનો આક્રમક બની ગયા છે. ગામની પ્રાથમિક શાળાના મુખ્ય ગેટ ઉપરથી વીજ વાયર પસાર થાય છે. શિક્ષકો અને ગામનાં આગેવાનો દ્વારા વીજ વિભાગને વારંવાર રજુઆત કરવા છતાં પરિણામ આવ્યું નથી.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે, વીજ વાયર શાળા નજીકથી નિકળી વૃક્ષોની ડાળીઓ પર ગુંચવણા સ્વરૂપે સ્પષ્ટ દેખાય છે. આથી વીજ વિભાગની પ્રિ મોન્સુન કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. ભવિષ્યમાં વીજવાયર કે વૃક્ષના ગાળા સાથે પડે તો જાનહાનિ થવાની સંભાવના રહેલી છે.