સમસ્યા@બોડેલીઃ યુવકનુું માથું વિશાળ, માપનું હેલ્મેટ નહિ મળતા મુશ્કેલી

અટલ સમાચાર, ડેસ્ક સરકારે મોટર સાઇકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરિજિયાત કર્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રહેતો એક યુવક સરકારે બનાવેલ ટ્રાફિક નિયમના નવા કાયદાને માને તો છે. પણ યુવાન હેલ્મેટ પહેરવાની ના કહી રહ્યો છે. યુવક હેલ્મેટ નહી પહેરવાની તેની મજબૂરી બતાવી રહ્યો છે. જાકરી મેમણ જણાવે છે કે મારા માથાની સાઇઝનું
 
સમસ્યા@બોડેલીઃ યુવકનુું માથું વિશાળ, માપનું હેલ્મેટ નહિ મળતા મુશ્કેલી

અટલ સમાચાર, ડેસ્ક

સરકારે મોટર સાઇકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરિજિયાત કર્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રહેતો એક યુવક સરકારે બનાવેલ ટ્રાફિક નિયમના નવા કાયદાને માને તો છે. પણ યુવાન હેલ્મેટ પહેરવાની ના કહી રહ્યો છે. યુવક હેલ્મેટ નહી પહેરવાની તેની મજબૂરી બતાવી રહ્યો છે. જાકરી મેમણ જણાવે છે કે મારા માથાની સાઇઝનું હેલ્મેટ કોઈ કંપનીઓએ બનાવ્યું નથી.

સમસ્યા@બોડેલીઃ યુવકનુું માથું વિશાળ, માપનું હેલ્મેટ નહિ મળતા મુશ્કેલી
file photo

જાકીરે જણાવ્યું કે ‘મેં હેલ્મેટ શોધવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ કોઈ પણ કંપનીનું હેલ્મેટ મારા સાઇઝનું મળતું નથી. હવે હું પોલીસને વિનંતી કરીશ તેમ છતાં જો હેલ્મેટ નહીં મળે તો જે દંડ નક્કી કર્યો હશે તે ભરીશ.

સમસ્યા@બોડેલીઃ યુવકનુું માથું વિશાળ, માપનું હેલ્મેટ નહિ મળતા મુશ્કેલી
file pho

બીજી બાજુ ફ્રૂટની નાની દુકાન ચલાવી ગુજરાન ચલાવતાં જાકીરના પિતાને ચિંતા છે કે, ઘરેથી દુકાને આવતા રસ્તામાં પોલીસ ચોકી આવે છે, અને વારંવાર જો દીકરાને મેમો આપવામાં આવસે તો તેમની આર્થિક સમસ્યામાં વધારો થશે. આ મામલે ટ્રાફિક પોલીસના એ.એસ.આઈ વસંત રાઠવાએ જણાવ્યું હતું કે ‘ચાલકનું માથું મોટું છે, તેમાં પોલીસ કઈ કરી શકે તેમ નથી. સરકાર આ મુદ્દે ચાલક માટે કોઈ જોગવાઈ કરે તે હિતાવહ છે.

સમસ્યા@બોડેલીઃ યુવકનુું માથું વિશાળ, માપનું હેલ્મેટ નહિ મળતા મુશ્કેલી

પોલીસ માને છે કે, તેમની પાસે તમામ દસ્તાવેજો છે, પરંતુ તેમના માપનું હેલ્મેટ મળતું નથી તેથી સરકારે કંઈક સમાધાન લાવવું પડશે. સરકારના ટ્રાફિક નિયમનના નવા કાયદાનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. તો કેટલાક લોકો સહજપણે સ્વીકાર કરી રહ્યા છે. ત્યારે કાયદાનો સ્વીકાર કરતાં બોડેલીના યુવાનની મજબૂરીને ધ્યાને લેવાશે કે, કેમ તે મોટો પ્રશ્ન છે.