આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડનગર (કિરણબેન ઠાકોર)

વડનગર તાલુકાનું છાબલિયા ગામ કાળી રાતથી હેરાન-પરેશાન બની ગયું છે. પંચાયતને વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટની સરકારી સુવિધા પ્રાથમિક સવલતો પુરી પાડી શકતી નથી. માટે 9000ની પ્રજા વોટબેન્ક બની રહી છે. chabaliya gam (2)

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલું છાબલિયા ગામ હાલના સમયમાં પ્રાથમિક સુવિધા ગણાતી સ્ટ્રીટ લાઈટો માટે તલપાપડ બન્યું છે. ગામના 10 પરા મળી 9000ની પ્રજાનું ચુંટણી આવે મહત્વ વધી જાય છે. જ્યારે બાકીના પાંચ વર્ષ એજ વોટબેન્ક આપતી વસ્તીનો ભાવ પુછાતો નથી. સૂર્ય આથમે કે તુરંત જ છાબલિયા ગામ જંગલ જેવું ભેંકાર મારે છે.

chabaliya gam (5)

રાત્રે ચોર-લૂંટારાઓને અંધારાની લાભ લઈ છૂમંતર થઈ જાય તોય કોઈને ખબર ના પડે. તેમજ ચોમાસાની ઋતુમાં ઝેરી જનાવરો બાળકો, વૃધ્ધો અને ગામલોકોને કરડી ન જાય તેવો પણ એક ભય સતાવી રહ્યો છે. આથી પંચાયતથી નારાજ ગ્રામજનોમાં અજવાળું મળે તેવી આશા રાખી બેઠા છે.

સ્ટ્રીટ લાઈટોની સુવિધા માટે કામગીરી કરાશે

છાબલિયાના સરપંચ પોપટજીને વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, જુની બોડીએ કંઈ કર્યું નથી. ગામનો વિસ્તાર વૈવિધ્યપૂ્ણ છે. ત્યાં આયોજનબદ્ધ કામગીરીની કરવાની છે. ગ્રામજનો વેરો ભરતા ન હોવાથી પંચાયતને લાઈટબીલ જેવા વિવિધ ખર્ચા કરવા પડી રહ્યા છે. અઢી વર્ષના મારા કાર્યકાળમાં ગામને સુવિધા આપવાના પ્રયત્નો કરી રહ્યો છું. જોકે, સરપંચનો મીઠો જવાબ ગ્રામજનો વેરો ભરી સરકાર અને ગામને મદદરૂપ બની શકાય તેવો વ્યાજબી છે. પરંતુ સરકારમાંથી ગામને વાર્ષીક લાખોની મળતી ગ્રાન્ટ છતાં ગામમાં સુવિધાની અછતની કેમેરાએ ઝીલેલા ફોટા ચાડી ખાઈ જાય છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code