આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

ભાભર પંથકમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે LCBએ રેડ કરી હતી. જેમાં વાવ ત્રણ રસ્તા પાસેથી જુગાર રમતા 9 આરોપીઓ ઝડપાઇ જતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે આ દરમ્યાન રોકડ રકમ રૂ. 32,790 અને જુગારના સાધન સાહીત્ય સહિત કિ.રૂ. 37,790નો મુદ્દામાલ કબજે કર્યો છે. સૌથી મોટી વાત એ સામે આવી છે કે, જુગારની રેડને પગલે વહીવટી ફરજ સામે સવાલો ઉભા થતાં ભાભર પીએસઆઇની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર શહેરના વાવ ત્રણ રસ્તા પાસે જાહેર શૌચાલયની પાછળની ગલીમાં જુગાર રમતા 9 ઇસમો ઝડપાઇ ગયા છે. પોલીસ અધિક્ષકે સુચના કરતા એલસીબીના પીઆઇ સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. જેમાં LCBએ જાહેરમાં જુગાર રમી-રમાડી વરલીના આંક લખી-લખાવતા સામે કાર્યવાહી થઇ છે. આ દરમ્યાન રોકડ રકમ રૂ.32,790, મોબાઇલ ફોન નંગ-06 કિ.રૂ. 5000 અને જુગારના સાધન સાહીત્યો સાથે કુલ કિ.રૂ. 37,790 સહિતનો મુદ્દામાલ કબજે થયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જુગારની રેડને પગલે વહીવટી ફરજમાં બેદરકાર હોવાના સવાલો અને પરિસ્થિતિ વચ્ચે પીએસઆઇ રબારીની તાત્કાલિક બદલીના આદેશ થયા છે. જુગારની રેડમાં પ્રતાપસિંહ મગનસિંહ રાઠોડ હાજર ન મળી આવી ગુનો કરેલ હોઈ તેના વિરૂધ્ધ ભાભર પો.સ્ટે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. જોકે પોલીસે એકસાથે 9 જુગારીઓને ઝડપી લેતા પંથકમાં હડકંપ મચી ગયો છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

  • અર્જુનસિંહ બલુભા ભીખુભા વાઘેલા રહે. ભાભર નવા તા.ભાભર
  • પ્રવિણસિંહ નટવરસિંહ રાઠોડ રહે. ભાભર જુના તા.ભાભર
  • રમેશજી શંકરજી ઠાકોર રહે. મીઠા તા.ભાભર
  • ભગાજી હીરાજી ઠાકોર રહે. નેસડા તા.ભાભર
  • સુબાજી વર્ધાજી ઠાકોર રહે. મીઠા તા.ભાભર
  • ગણપતજી ઇશ્વરજી ઠાકોર રહે. રવેલ તા.દિયોદર
  • ભરતભાઇ અરજણભાઇ ઠાકોર રહે. વાવડી તા.વાવ
  • રમેશજી પોરસીજી ઠાકોર રહે. ખડોસણ તા.ભાભર
  • આશુજી હમીરજી ઠાકોર રહે. બલોધન તા.ભાભર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code