કાર્યવાહી@કેન્દ્રઃ 20થી વધારે સીનિયર અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા
અટલ સમાચાર, ડેસ્ક કેન્દ્ર સરકારમાં સરકારી વિભાગોની સફાઈ એટલે કે ભ્રષ્ટાચાર, કરવેરા અને કસ્ટમ કેસમાં આરોપી ઓફિસરોને કાઢી મૂકવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહીમાં 20થી વધારે સીનિયર અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સીના આધારે 22 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય મૂળભૂત નિયમો 56(J)ના આધારે લેવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચારમાં
Aug 26, 2019, 16:09 IST

અટલ સમાચાર, ડેસ્ક
કેન્દ્ર સરકારમાં સરકારી વિભાગોની સફાઈ એટલે કે ભ્રષ્ટાચાર, કરવેરા અને કસ્ટમ કેસમાં આરોપી ઓફિસરોને કાઢી મૂકવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહીમાં 20થી વધારે સીનિયર અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સીના આધારે 22 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય મૂળભૂત નિયમો 56(J)ના આધારે લેવામાં આવ્યા હતા.
ભ્રષ્ટાચારમાં ફસાયેલા કસ્ટમ અને કરવેરા વિભાગના અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. આ પહેલા જૂનમાં 15 અધિકારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા. આ અધિકારીઓ સીબીઆઇના મુખ્ય કમિશ્નર અને નાયબ કમિશ્નર રેન્કમાં હતા. તેમાંના મોટાભાગના વિરુદ્ધ ભ્રષ્ટાચાર, ઘૂસણખોરીના આરોપ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કાર્યભાર સંભાળતાની સાથે ટેક્સ વિભાગના 12 વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત રિટાયર કર્યા હતા. એટલે કે હાલ સુધી કુલ 49 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે.