કાર્યવાહી@ડીસા: લોકડાઉનમાં બિનજરૂરી હેરફેર કરતા 12 વાહનો જપ્ત કરાયા

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી) સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉનની સ્થિતિ છે. આ દરમ્યાન અમુક લોકો બિનજરૂરી ઘરની બહાર નિકળતા હોવાથી પોલીસે આવા તત્વો સામે લાલ આંખ કરી છે. ડીસા તાલુકા પોલીસે બિનજરૂરી ઘરની બહાર ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે. પોલીસે એમ.વી.એકટની કલમ 207 મુજબ કુલ 12 વાહન કબજે કરી વધુ તપાસ હાથ ધરી
 
કાર્યવાહી@ડીસા: લોકડાઉનમાં બિનજરૂરી હેરફેર કરતા 12 વાહનો જપ્ત કરાયા

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી)

સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉનની સ્થિતિ છે. આ દરમ્યાન અમુક લોકો બિનજરૂરી ઘરની બહાર નિકળતા હોવાથી પોલીસે આવા તત્વો સામે લાલ આંખ કરી છે. ડીસા તાલુકા પોલીસે બિનજરૂરી ઘરની બહાર ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે. પોલીસે એમ.વી.એકટની કલમ 207 મુજબ કુલ 12 વાહન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં પોલીસે લોકડાઉનનમાં બિનજરૂરી બહાર ફરતા લોકો સામે કાર્યવાહી કરી છે. પોલીસ અધિક્ષકની સુચનાથી ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.જે.ચૌધરી સહિતના સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન કાર્યવાહી કરી છે. લોકડાઉનમાં બિનજરૂરી હેરફેર કરતા 12 વાહનો કબજે કરી એમવી એક્ટ 207 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

ડીસા તાલુકા પોલીસ દ્રારા લોકોને લોકડાઉનમાં પોતાના ઘરે જ રહેવા અપીલ કરવામાં આવી છે. આ સાથે જરૂરીકામ જેવા કે, કરીયાણું તથા દવા જેવી આવશ્યક ચીજવસ્તુઓ સિવાય ઘરની બહાર નહિ નિકળવા જણાવાયુ છે. જો કોઇ બિનજરૂરી પોતાનું વ્હિકલ સાથે ફરતા જણાશે તો તેમની સામે લોકડાઉન અન્વયે જાહેરનામા ભંગની ફરીયાદ થશે.