કાર્યવાહી@દિયોદર: બોગસ ડોક્ટર ઝબ્બે, સરકારી દવા જોઈ તપાસ ટીમ ચોંકી

અટલ સમાચાર, દિયોદર દિયોદર તાલુકામાં બેફામ બોગસ મેડીકલ પ્રેક્ટિસનો વધુ એક કેસ સામે આવ્યો છે. તપાસમાં બોગસ ડોક્ટર ઝડપી લેતાં દરમ્યાન સરકારી દવાનો જથ્થો જોઈ અધિકારીઓ ચોંકી ગયા હતા. આરોગ્ય ટીમે બોગસ ડોક્ટરનું નિવેદન મેળવી પોલીસ ફરિયાદ દાખલ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જસાલી ગામ પાસે બોગસ ડોક્ટર રંગેહાથ ઝડપાઈ
 
કાર્યવાહી@દિયોદર: બોગસ ડોક્ટર ઝબ્બે, સરકારી દવા જોઈ તપાસ ટીમ ચોંકી

અટલ સમાચાર, દિયોદર

દિયોદર તાલુકામાં બેફામ બોગસ મેડીકલ પ્રેક્ટિસનો વધુ એક કેસ સામે આવ્યો છે. તપાસમાં બોગસ ડોક્ટર ઝડપી લેતાં દરમ્યાન સરકારી દવાનો જથ્થો જોઈ અધિકારીઓ ચોંકી ગયા હતા. આરોગ્ય ટીમે બોગસ ડોક્ટરનું નિવેદન મેળવી પોલીસ ફરિયાદ દાખલ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

કાર્યવાહી@દિયોદર: બોગસ ડોક્ટર ઝબ્બે, સરકારી દવા જોઈ તપાસ ટીમ ચોંકી

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જસાલી ગામ પાસે બોગસ ડોક્ટર રંગેહાથ ઝડપાઈ ગયો છે. ફોરણા આરોગ્ય કેન્દ્રની ટીમે ઓચિંતી તપાસ કરતાં જતીન પરમાર નામનો બોગસ ડોક્ટર બેફામ પ્રેક્ટિસ કરતો ઝડપાઇ ગયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી જનઆરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનું ધ્યાને આવ્યા બાદ આરોગ્ય ટીમે અગાઉ બે વાર તપાસ કરી હતી. જોકે શટર બંધ હોઇ બોગસ ડોક્ટર બચવામાં સફળ રહેતો હતો. આજે તપાસમાં આબાદ ઝડપાઇ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તપાસ ટીમને બોગસ ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી દરમ્યાન દવાનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો. સરકારી દવાઓ જોઈ પુછતાં રસ્તામાંથી મળી હોવાનું લખાવ્યું હતું. જેની સામે ફોરણા કેન્દ્રના મેડીકલ ઓફિસર પિયુષ ચૌધરી સહિતનાએ કાગળો ઉપર કાર્યવાહીની નોંધ કરી આવતીકાલે દિયોદર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવા તૈયારી શરૂ કરી છે.