કાર્યવાહી@દિયોદર: કવોરેન્ટાઈન દરમ્યાન વારંવાર ભાગી જતા યુવક સામે ફરિયાદ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) દિયોદર તાલુકાના ગામે વિદેશથી આવેલો યુવક કવોરેન્ટાઈન દરમ્યાન ભાગી જતો હોવાથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં કવોરેન્ટાઈન નો ભંગ કરનાર સામે પ્રથમ ફરિયાદ નોંધવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડૂચકવાડા ગામનો ઋત્વિક અશોકભાઈ ઠક્કર ગત દિવસોએ દુબઈ થી પરત ફર્યો હતો. જેને લઇ આરોગ્ય તંત્ર દ્વારા
 
કાર્યવાહી@દિયોદર: કવોરેન્ટાઈન દરમ્યાન વારંવાર ભાગી જતા યુવક સામે ફરિયાદ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

દિયોદર તાલુકાના ગામે વિદેશથી આવેલો યુવક કવોરેન્ટાઈન દરમ્યાન ભાગી જતો હોવાથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં કવોરેન્ટાઈન નો ભંગ કરનાર સામે પ્રથમ ફરિયાદ નોંધવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડૂચકવાડા ગામનો ઋત્વિક અશોકભાઈ ઠક્કર ગત દિવસોએ દુબઈ થી પરત ફર્યો હતો. જેને લઇ આરોગ્ય તંત્ર દ્વારા કવોરેન્ટાઈન માં રાખવામાં આવ્યો હતો. જોકે તે વારંવાર બહાર નીકળી જતો હોવાથી મેડિકલ ઓફિસરે તેના વિરુદ્ધ દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.