આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

દિયોદર તાલુકામાં શાળાની આસપાસ પ્રતિબંધિત વિસ્તારમાં તંબાકુનું વેચાણ કરતા વેપારીઓ દંડાયા છે. તાલુકા શિક્ષણ વિભાગ દ્રારા આજે ઓચિંતી તપાસ કરી અને પ્રાથમિક શાળાઓની 100 મીટરની ત્રિજ્યાના પ્રતિબંધિત વિસ્તારમાં તંબાકુનું વેચાણ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યુ છે. તાલુકા શિક્ષણની ટીમ દ્રારા 1800 રૂપિયા જેટલો દંડ ફટકારતા શાળા વિસ્તારમાં તંબાકુનું વેચાણ કરતા વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના જાડા અને પાલડી ગામે આજે અચાનક શિક્ષણ વિભાગે મુલાકાત કરી હતી. શાળાના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારોમાં તંમાકુનુ વેચાણ કરવુ પ્રતિબંધિત હોય છે. જેને લઇ તાલુકા શિક્ષણ વિભાગે પ્રતિબંધિત વિસ્તારમાં વેપારીઓને ત્યાં જઇ 1800 રૂ.નો દંડ ફટકારી કાર્યવાહી કરતા ચકચાર મચી ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code