કાર્યવાહી@દિયોદર: તપાસ ટીમ આવતા બોગસ ડોક્ટર ભાગ્યો, આખરે ફરીયાદ

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક) દિયોદર તાલુકાના ગામે છેલ્લા કેટલાક સમયથી બોગસ ડોક્ટર આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની વિગતો મળી હતી. જેથી જીલ્લા આરોગ્યના નિર્દેશ મુજબ તાલુકાની ટીમ સ્થળ તપાસ માટે પહોંચી હતી. આ દરમ્યાન બોગસ ડોક્ટર અધિકારીઓને આવતાં જોઇ ભાગી ગયો હતો. આથી સમગ્ર વિગતોને અંતે રૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસરે બોગસ ડોક્ટર વિરૂધ્ધ
 
કાર્યવાહી@દિયોદર: તપાસ ટીમ આવતા બોગસ ડોક્ટર ભાગ્યો, આખરે ફરીયાદ

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક)

દિયોદર તાલુકાના ગામે છેલ્લા કેટલાક સમયથી બોગસ ડોક્ટર આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની વિગતો મળી હતી. જેથી જીલ્લા આરોગ્યના નિર્દેશ મુજબ તાલુકાની ટીમ સ્થળ તપાસ માટે પહોંચી હતી. આ દરમ્યાન બોગસ ડોક્ટર અધિકારીઓને આવતાં જોઇ ભાગી ગયો હતો. આથી સમગ્ર વિગતોને અંતે રૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસરે બોગસ ડોક્ટર વિરૂધ્ધ દિયોદર પોલીસ મથકે એફઆઇઆર દાખલ કરાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામે ભાડેથી મકાન રાખી દિલીપ ડાહ્યાભાઇ પ્રજાપતિ દવાખાનુ ચલાવતો હતો. ડીગ્રી વિના સારવાર કરતો બોગસ ડોક્ટર જનઆરોગ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમી મળતા રૈયા પીએચસીની ટીમ તપાસ માટે પહોંચી હતી. ગત સોમવારે સાંજના ચારેક વાગ્યે તપાસ ટીમને દુરથી જોઇ એક ઇસમ ઘરમાંથી બહાર નીકળી ગયો હતો. આ દરમ્યાન તાત્કાલિક બોગસ ડોક્ટરના ઘરે પહોંચતા તપાસ ટીમને મકાનના ઉપરના ભાગની જાળીમાંથી જોતા એલોપેથિક દવાઓનો સ્ટોક જોવા મળ્યો હતો.

કાર્યવાહી@દિયોદર: તપાસ ટીમ આવતા બોગસ ડોક્ટર ભાગ્યો, આખરે ફરીયાદ

સમગ્ર બાબતે તપાસ ટીમે આજુબાજુના લોકોની પુછપરછ કરતા બોગસ ડોક્ટર દિલીપ પ્રજાપતિ ગામના રહીશ રમાભાઇ પટેલના મકાનમાં ગેરકાયદેસર દવાખાનું ચલાવતો હતો. આથી તપાસટીમે સમગ્ર વિગતો જનઆરોગ્ય સાથે ચેડા મામલે ગુજરાત મેડીકલ પ્રેક્ટીનર્સ એક્ટ 1963ની કલમ- 3૦ તથા 3પ મુજબ બોગસ ડોક્ટર દિલીપ પ્રજાપતિ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી છે. રૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર યોગેશ બાબુભાઇ પ્રજાપતિએ દિયોદર પોલીસ મથકે આરોપી વિરૂધ્ધ એફઆઇઆર નોંધાવતા ચકચાર મચી ગઇ છે.