આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)

ધાનેરા પંથકમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે દારૂ ભરેલી કાર ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. લોકડાઉનમાં વિદેશી દારૂની હેરાફેરી ચાલુ હોઇ પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. આજે સવારના સમયે વિદેશી દારૂની 324 બોટલ ભરીને પસાર થતી બોલેરો ગાડીને પોલીસે રોકી હતી. જોકે તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂ મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આ દરમ્યાન બોલેરોમાં બેઠેલા બંને ઇસમો રાજસ્થાન તરફ ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપાતા ચકચાર મચી ગઇ છે. કોરોનાને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે ઠેર-ઠેર પોલીસ બંદોબસ્તમાં છે. આમ છતાં પણ બે ઇસમો બોલેરો કારમાં દારૂ લઇ પસાર થતાં હતા. આ દરમ્યાન મગરાવા બોર્ડર પાસેથી ધાનેરા પોલીસે બોલેરો રોકાવી તલાશી લઇ વિદેશી દારૂની 324 બોટલ જપ્ત કરી હતી. કાર્યવાહીમાં પોલીસે 2.62 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code