આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા તાલુકાના બોડાલ ગામે અજગરને જીવતો આગમાં હોમી ક્રુરતા પૂર્વક મારી નાખવાની ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ચારેય હત્યારા બોડાલ ગામની સિમમાં છુપાયેલા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસ દ્વારા છાપો મારવામાં આવતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસ આરોપીઓને લઇ સ્થળ ઉપર જઇ તપાસ કરતા મૃત અજગરના વિશેરા મળી આવ્યા હતા. તંત્રએ વિશેરા તપાસ અર્થે ગાંધીનગર ખાતે એફએસએલ માટે મોકલવામાં આવ્યા છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના બોડાલ ગામે વિકૃત મગજના ચાર આરોપીઓએ અજગરને જીવતો સળગાવ્યો હતો. ઘટનાનો વિડીયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યુ હતુ. ફોરેસ્ટ વિભાગે પોલીસની મદદથી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તંત્રને આરોપીઓને સ્થળ પર લઇ જવાયા બાદ ત્યાંથી મૃતક અજગરના વિશેરા મળી આવ્યા હતા. તંત્રએ આ વિશેરા મૃત અજગરના છે કે નહિ તે તપાસ માટે એફએસએલ ગાંધીનગર મોકલી આપ્યા છે.

25 May 2020, 6:43 AM (GMT)

COVID-19 Global Stats

5,503,005 Total Cases
346,768 Death Cases
2,303,549 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code