આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અજિત રાજયાણે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા એ.એ.ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ પ્રવિણભાઈ તથા નરેશભાઇ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, પ્રવીણભાઈની ટીમે ડીસા રૂરલ તાલુકા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

આ દરમ્યાન ટેટોડા પાસે એક ટ્રેકટર ટોલી નંબર વગરનું આવતા ઊભુ રખાવી ચેક કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નગ 148 કુલ બોટલ 5340 કિંમત રૂપિયા 7,10,400 મોબાઈલ ફોન નંગ-1 કિંમત રૂપિયા-1000 તથા મંડપ લગત સામાન કિ. રૂ.9700 તથા ટ્રેકટર ટોલીની કિ.રૂ.6,00,000 એમ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 13,21,100/- સાથે ડાયારામ ઉકારામ મેઘવાળ રહે.હરિયાલી સાંચોર રાજસ્થાન, બાબુલાલ કેવલારામ માળી રહે. મામૂન નગર સાંચોર રાજસ્થાન પકડાઈ ગુનો કરેલ હોઈ સદરે વિરુદ્ધ ડીસા રૂરલ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

swaminarayan
advertise
26 Sep 2020, 12:39 PM (GMT)

COVID-19 Global Stats

32,803,482 Total Cases
994,313 Death Cases
24,199,670 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code