કાર્યવાહી@ગુજરાત: કોંગ્રેસના 4 MLAને ગૃહમાંથી પહેલાં સસ્પેન્ડ કર્યા, હોબાળો થતાં સસ્પેન્શન રદ્દ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે ચોમાસુ સત્રના બીજા અને અંતિમ દિવસે વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોએ બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના હોબાળાને લઈને 15 મિનિટ સુધી ગૃહ મુલતવી રાખવામાં આવ્યું હતું. આ તરફ 15 મિનિટ બાદ ગૃહની કાર્યવાહી ફરીવાર શરૂ થતાં કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવી જોર જોરથી તાળીઓ પાડીને ગૃહમાં રઘુપતિ રાઘવ
 
કાર્યવાહી@ગુજરાત: કોંગ્રેસના 4 MLAને ગૃહમાંથી પહેલાં સસ્પેન્ડ કર્યા, હોબાળો થતાં સસ્પેન્શન રદ્દ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે ચોમાસુ સત્રના બીજા અને અંતિમ દિવસે વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોએ બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના હોબાળાને લઈને 15 મિનિટ સુધી ગૃહ મુલતવી રાખવામાં આવ્યું હતું. આ તરફ 15 મિનિટ બાદ ગૃહની કાર્યવાહી ફરીવાર શરૂ થતાં કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવી જોર જોરથી તાળીઓ પાડીને ગૃહમાં રઘુપતિ રાઘવ રાજા રામ સબકો સન્મતિ દે ભગવાનની ધૂન શરૂ કરી હતી. બીજી તરફ ગૃહમાં વિરોધપ્રદર્શન કરતાં વેલમાં પહોંચેલા કોંગ્રેસના 4 ધારાસભ્યને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં હોબાળો થતાં અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ કોંગ્રેસના ચાર સભ્યનું સસ્પેન્શનન રદ કર્યું હતું. હવે ફરીવાર કાર્યવાહી શરૂ થઈ છે અને બંને પક્ષના ધારાસભ્યો પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર સ્થિત વિધાનસભામાં અત્યારે ચોમાસુ સત્રનો બીજો અને અંતિમ દિવસ ગૃહમાં રૂપાણી સરકારની કામગીરી, નિર્ણયોની ટીકા કરતો કેગનો અહેવાલ રજૂ કરાયો, કેગના અહેવાલની બુકને બદલે સીડી આપવામાં આવી છે. આ તરફ વિપક્ષે ભારે હોબાળા કરતાં પ્રથમ ચાર ધારાસભ્યોએ સસ્પેન્ડ કર્યા હતા. જોકે હોબાળો થતાં અધ્યક્ષે તેમના સસ્પેન્શન રદ્દ કર્યા બાદ હાલ ગૃહની કાર્યવાહી ફરી એકવાર શરૂ થઇ છે. આ તરફ છેલ્લાં 2 વર્ષમાં જાફરાબાદ અને રાજુલામાંથી 31 સિંહને ખસેડવામાં આવ્યા હોવાનો સરકારે કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરના સવાલમાં લેખિતમાં સ્વીકાર કર્યો છે. બીમાર સિંહોની સારવાર અને સ્વાસ્થ્યની ચકાસણી માટે ખસેડયા હોવાનું સરકારે જણાવ્યું છે.