કાર્યવાહી@ગુજરાત: ભોજનની વસ્તુઓમાં ભેળસેળ કરનાર 7 એકમોને 24 લાખનો દંડ

અટલ સમાચાર,ગાંધીનગર તાજેતરમાં કમિશ્નર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં મીઠાઇની દુકાનો સહિતની જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમ્યાન તંત્રએ અલગ-અલગ એડજ્યુડીકેશનના વિવિધ 7 કેસ કર્યા હતા. જેના ચુકાદાઓમાં કુલ રૂ. 24 લાખનો દંડ જીલ્લાના એડજ્યુડીકેટીંગ અધિકારીઓ દ્રારા ફટકારવામાં આવ્યો છે. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
 
કાર્યવાહી@ગુજરાત: ભોજનની વસ્તુઓમાં ભેળસેળ કરનાર 7 એકમોને 24 લાખનો દંડ

અટલ સમાચાર,ગાંધીનગર

તાજેતરમાં કમિશ્નર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં મીઠાઇની દુકાનો સહિતની જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમ્યાન તંત્રએ અલગ-અલગ એડજ્યુડીકેશનના વિવિધ 7 કેસ કર્યા હતા. જેના ચુકાદાઓમાં કુલ રૂ. 24 લાખનો દંડ જીલ્લાના એડજ્યુડીકેટીંગ અધિકારીઓ દ્રારા ફટકારવામાં આવ્યો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ગાંધીનગરની ગોકુલ ડેરી પ્રોડક્ટસ દ્રારા બનાવેલ ગોકુલ બરફી મિસબ્રાન્ડેડ થતાં 2 લાખ, કમલ આઇસ એન્ડ કોલ્ડ સ્ટોરેજ દ્રારા બનાવાયેલ બ્રીજવાસી સ્પેશ્યલ બરફી મિસબ્રાન્ડેડ જાહેર થતાં 2 લાખ, પુનમ સ્વીટ એન્ડ પાર્લર દ્રારા બનાવાયેલ કેરીનો રસ(લુઝ) સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં 2 લાખનો દંડ અને રાધેશ્યામ બેકરી પ્રોડક્ટર દ્રારા બનાવાયેલ ડ્રાયફ્રુટ નાનખટાઇ સબસ્ટાન્ડર્ડ એન્ડ મિસબ્રાન્ડેડ જાહેર થતાં 2 લાખનો દંડ ફટકરાવામાં આવ્યો છે.

એજ રીતે ભાવનગરમાંથી લેવાયેલ નમુનાઓમાં સ્વામીનારાયણ સ્પેશ્યલ ફરાળી લોટમાં શ્રધ્ધા ટ્રેડીંગ સુરત તથા વિક્રેતા પેઢીને સંયુક્ત 5 લાખનો દંડ તથા સ્વામીનારાયણ સ્પેશ્યલ ફરાળી લોટ ઉત્પાદક કંપની સુરતને 5 લાખનો દંડ આ સાથે રાણી રીફાઇન્ડ કપાસિયા તેલનો નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં વિક્રેતા કમ ઉત્પાદક પેઢી મે.અશીમ ટ્રેડર્સને રૂ. 6 લાખનો દંડ કરવામાં આવ્યો છે.