કાર્યવાહી@હારીજ: બાતમીના આધારે દેશી તમંચા સાથે બે ઇસમો ઝબ્બે

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) પાટણ જીલ્લા પોલીસ વડા અક્ષયરાજે મિલકત સંબધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે સુચના કરી હતી. જે આધારે તથા રાધનપુર ડીવાયએસ એચ.કે.વાઘેલાના માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એ.બી.ભટ્ટ તથા સ્ટાફના માણસો હારીજ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન બાતમીને આધારે પોલીસે દેશા તમંચા સાથે બે વ્યક્તિની ધરપકડ કરી છે. અટલ સમાચાર
 
કાર્યવાહી@હારીજ: બાતમીના આધારે દેશી તમંચા સાથે બે ઇસમો ઝબ્બે

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

પાટણ જીલ્લા પોલીસ વડા અક્ષયરાજે મિલકત સંબધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે સુચના કરી હતી. જે આધારે તથા રાધનપુર ડીવાયએસ એચ.કે.વાઘેલાના માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એ.બી.ભટ્ટ તથા સ્ટાફના માણસો હારીજ પો.સ્‍ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન બાતમીને આધારે પોલીસે દેશા તમંચા સાથે બે વ્યક્તિની ધરપકડ કરી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

પાટણ જીલ્લાના હારીજ તાલુકાના કુકરાણા ગામેથી દેશી તમંચા સાથે બે ઇસમો ઝડપાયા છે. હારીજ તાલુકા પોલીસને બાતમી મળી હતી કે કુકરાણાથી વાગોસણ ગામે બે ઇસમો દેશી તમંચા સાથે ઉભા હતા. જેથી પોલીસે કોર્ડન કરી બંને ઇસમોને ઝડપી પાડી એક દેશી તમંચો કિ.5000 અને મોટર સાયકલ નંગ 1, કિ.20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બંને ઇસમોની અટકાયત કરી આર્મ એક્ટ મુજબ ગુન્હો રજી.કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓ

  • હીતેશજી લગધીરજી ઠાકોર રહે.મનવરપુરા તા.શંખેશ્વર
  • ગફુર અબ્બાસ બેલીમ રહે.મુજપુર તા.શંખેશ્વર