કાર્યવાહી@મહેસાણા: 25.74 લાખના વિદેશી દારૂ સાથે એકની અટકાયત

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) મહેસાણા તાલુકા પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન બાતમીને આધારે 25.74 લાખનો વિદેશી દારૂથો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે એક આરોપી ઇસમની અટકાયત કરી ગાડી સહિત કુલ 33.74 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વારંવાર મોટીમાત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. ગઇકાલે
 
કાર્યવાહી@મહેસાણા: 25.74 લાખના વિદેશી દારૂ સાથે એકની અટકાયત

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

મહેસાણા તાલુકા પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન બાતમીને આધારે 25.74 લાખનો વિદેશી દારૂથો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે એક આરોપી ઇસમની અટકાયત કરી ગાડી સહિત કુલ 33.74 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વારંવાર મોટીમાત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. ગઇકાલે સમી પાસેથી દારૂ ભરેલુ કન્ટેનર ઝડપાયા બાદ આજે મહેસાણા તાલુકા પોલીસને પણ મોટી સફળતા મળી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં દારૂની હેરાફેરી રોકવા જીલ્લા પોલીસવડાએ સુચના કરેલી છે. જે આધારે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.આર.ત્રિવેદી સહિત પોલીસ ટીમના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન બાતમીને આધારે પોલીસે પાલાવાસણા-બેચરાજી ત્રણ રસ્તા પાસે ટાટા 1109 ગાડીને રોકી તલાશી લેતા ચોંકી ઉઠી હતી. પોલીસે ગાડીમાંથી 25.74 લાખનો વિદેશી દારૂથો જથ્થો ઝડપી પાડી કુલ 33.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાજસ્થાનથી દારૂ ભરીને આવતી ટ્રક બુટલેગરો પાસે પહોંચે તે પહેલા જ પોલીસે ઝડપી પાડી છે. મહેસાણા તાલુકા પોલીસે ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશ દારૂની પેટીઓ-715, કુલ બોટલો નંગ-8580, કિ.રૂ.25,74,000 નો દારૂ સહિત એક ટાટા 1109 ગાડી HR.73.5007 કિ.રૂ.8,00,000 મળી કુલ રૂ.33,75,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે આરોપી સંદીપ ઉદયસિંહ રણસિંગ જાટ રહે.સુલ્તાંપુર, તા.હિસ્સાર,રાજ્ય-હરીયાણાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.