કાર્યવાહી@મહેસાણા: હુમલા સામે પોલીસ લાલઘુમ, ઉપરાછાપરી દારૂની રેડ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા તાલુકાના કટોસણ ગામે પોલીસ ઉપર હુમલા બાદ કાર્યવાહી આક્રમક બની છે. પોલીસે ઉપરાછાપરી દારૂની રેડ શરૂ કરતા ગામમાં દોડધામ મચી ગઇ છે. ગુરૂવારે બંધ ઘરમાંથી રૂ. 90,000નો વિદેશી દારૂ ઝડપ્યા બાદ શુક્રવારે ફરી રેડ કરી અન્ય એક અવાવરૂ ઘરમાંથી રૂ.1,24,500 નો દારૂ ઝડપી લીધો છે. પોલીસ કાર્યવાહીને પગલે બુટલેગરો અને તેમની
 
કાર્યવાહી@મહેસાણા: હુમલા સામે પોલીસ લાલઘુમ, ઉપરાછાપરી દારૂની રેડ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાલુકાના કટોસણ ગામે પોલીસ ઉપર હુમલા બાદ કાર્યવાહી આક્રમક બની છે. પોલીસે ઉપરાછાપરી દારૂની રેડ શરૂ કરતા ગામમાં દોડધામ મચી ગઇ છે. ગુરૂવારે બંધ ઘરમાંથી રૂ. 90,000નો વિદેશી દારૂ ઝડપ્યા બાદ શુક્રવારે ફરી રેડ કરી અન્ય એક અવાવરૂ ઘરમાંથી રૂ.1,24,500 નો દારૂ ઝડપી લીધો છે. પોલીસ કાર્યવાહીને પગલે બુટલેગરો અને તેમની સાથે સંકળાયેલાઓમાં ખળભળાટ મચી ગયો છે.

મહેસાણા પોલીસે કેટલાક દિવસો અગાઉ કટોસણ(ધનપુરા) ગામે મોડીરાત્રે તપાસ કરી હતી. આ દરમ્યાન ગામના કેટલાક ઇસમોએ પોલીસ ઉપર હુમલો કરી લુંટ મચાવતા જીલ્લામાં ચકચાર મચી ગઇ હતી. ઘટનામાં પોલીસકર્મીને ઇજા અને કેટલીક ચીજવસ્તુઓ લુંટાઇ જતા બુટલેગરો બેફામ હોવાની વાત સામે આવી હતી. જેથી મહેસાણા પોલીસ લાલઘૂમ બની કટોસણ ગામે ઉપરાછાપરી દારૂની રેડ હાથ ધરી છે.

કાર્યવાહી@મહેસાણા: હુમલા સામે પોલીસ લાલઘુમ, ઉપરાછાપરી દારૂની રેડ

જેમાં ગુરૂવારે અને શુક્રવારે ઝાલા પ્રવીણસિંહ કેશરીસિંહ અને ઝાલા બચુભા પુનભાના ઘરેથી કુલ 2.14 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે. જેમાં ઝાલા જ્યેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ, ઝાલા કરણસિંહ કનુભા, ઝાલા સુખદેવસિંહ ભીખુભા, ઝાલા અર્જુનસિંહ જબુભા, ઝાલા જીતેન્દ્રસિંહ બચુભા, ઝાલા બચુભા પુનભા રહે તમામ કટોસણ (ધનપુરા) તા.જી મહેસાણા અને રબારી બેચરારામ ભુરારામ (રહે. રાજસ્થાનવાળા)ને આરોપી બનાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.