આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અરવલ્લી

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના રીંટોડા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલે વણઝારા વાસમાં રહેતા નામચીન બુટલેગર ઈશ્વર ગોબર વણઝારાના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં રહેણાંક મકાન નજીક પાયામાં સંતાડીને રાખેલો રૂ.૩,૩૨,૯૦૦ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઘટનાને લઇને ભિલોડા પોલીસ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મહેશ.આર.સંગાડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તાજેતરમાં સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ પાડી મેઘરજ નદીના કાંઠે ખુલ્લેઆમ વિદેશી દારૂનો ઠેકો ચલાવતા નામચીન બુટલેગર રમેશ અરજન ડામોરના મેઘરજ નજીક આવેલા બાંઠીવાડા ઘરે ત્રાટકી વિદેશી દારૂ અને પીક-અપ વાન સાથે બુટલેગરને દબોચી લીધો હતો. જો કે જેતે સમયે ફરજ બજાવતા મેઘરજ પીએસઆઈ સંજય.એચ. શર્મા સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code