આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પંચમહાલ

ગઇકાલથી ગુજરાતભરમાં ટ્રાફિક પોલીસ અને પોલીસ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને દંડ વસુલીને કાયદાનું જ્ઞાન કરાવી રહી છે. પરંતુ એક ઘટના એવી બની કે જ્યાં ખાખીનો ખૌફ બતાવવા જનાર પોલીસ સબ ઇન્સ્પેકટરને નોકરી માંથી સસ્પેન્ડ થવું પડ્યું છે. પંચમહાલના કલોલમાં ટેમ્પો લઈને જતા 3 લોકોને રોડ પર જ સજા આપવામાં આવી છે.

પંચમહાલના કલોલમાં એક ટેમ્પો રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો અને આ ટેમ્પોની ઉપર ટેમ્પો ચાલકે બે મુસાફરોને બેસાડ્યા હતા. મુસાફરોની સુરક્ષા ન હોવાના કારણે પોલીસે દ્વારા ટેમ્પાને ઉભો રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ PSIએ ટેમ્પાના ડ્રાઈવર અને ટેમ્પાની ઉપર બેસેલા બે મુસાફરોને જાહેર રસ્તા પર ઉઠક બેઠક કરાવી હતી.

ટેમ્પો ચાલકે જરૂર ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હશે પરંતુ પોલીસ દ્વારા જાહેરમાં આ પ્રકારની સજા આપવી કેટલી યોગ્ય ? PSI દ્વારા આ કાર્યવાહી કરાવવામાં આવી હતી. ઉઠક બેઠક પછી પોલીસે ટેમ્પા ચાલક અને પેસેન્જરને નવા કાયદાઓ બાબતે સમજ આપીને આ પ્રકારની ભૂલ બીજીવાર ન કરવાની સૂચના આપીને જવા દિધા હતા. આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાને જાણ થતા ડ્રાઈવર અને પેસેન્જરને ઉઠક બેઠક કરાવનાર PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

18 Sep 2020, 10:21 AM (GMT)

COVID-19 Global Stats

30,378,446 Total Cases
951,132 Death Cases
22,061,673 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code