આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, શામળાજી

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે ફર્નિચરની આડમાં લઇ જવાતો 6.12 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતા ચકચાર મચી ગઇ છે. કાર્યવાહી દરમ્યાન પોલીસે એક ઇસમની અટકાયત કરી કુલ 11,22,500નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી એલસીબી પી.આઈ મનીષ વસાવા અને તેમની ટીમે શામળાજી નજીક કાર્યવાહી દરમ્યાન દારૂ ઝડપી પાડતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના શામળાજી નજીક કારછા ગામ પાસેથી એલસીબીએ ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. એલસીબીના પી.આઇ મનીષ વસાવા અને તેમની ટીમે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી ચેકિંગ હાથ ધર્યુ હતુ. આ દરમ્યાન ફર્નિચરની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. કાર્યવાહી દરમ્યાન પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ-1224, કીં.રૂ.6,12,000, આઈશર ટ્રક, ફર્નિચર અને મોબાઈલ મળી કુલ રૂ.11,22,500નો મુદ્દામાલ જપ્ત કરી તારીફ અબ્દુલગની મુસલમાન (રહે,ગોલપુરી,હરિયાણા)ની અટકાયત કરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતા ફર્નિચર ભરેલ આઈસર ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. આ સાથે પોલીસે આયશર ટ્રકના ડ્રાઈવર અને વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર સોમવીર (રહે,મહેન્દ્રગઢ હરિયાણા) નામના બુટલેગર સામે શામળાજી પો.સ્ટેમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ શામળાજી પોલીસને સોંપી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code