કાર્યવાહી@થરા: 2.85 લાખનો દારૂ ઝડપાયો, અંધારામાં આરોપી ફરાર

અટલ સમાચાર, થરા બનાસકાંઠા જીલ્લો રાજસ્થાનની સરહદે આવેલો હોવાથી વારંવાર દારૂનો મસમોટો જથ્થો ઝડપાતો હોય છે. આજે થરા પોલીસ દ્રારા બાતમીને આધારે વોચ ગોઠવી 2,85,600ના વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે પીકઅપ ડાલા સહિત કુલ 5,85,600નો મુદ્દામાલ ઝડપી પાડી આગળની કાર્યવાહી કરી છે. આ સાથે અંધારાનો લાભ લઇ ભાગે છુટેલા પીકઅપ ડાલાના માલિક સામે ફરીયાદ
 
કાર્યવાહી@થરા: 2.85 લાખનો દારૂ ઝડપાયો, અંધારામાં આરોપી ફરાર

અટલ સમાચાર, થરા

બનાસકાંઠા જીલ્લો રાજસ્થાનની સરહદે આવેલો હોવાથી વારંવાર દારૂનો મસમોટો જથ્થો ઝડપાતો હોય છે. આજે થરા પોલીસ દ્રારા બાતમીને આધારે વોચ ગોઠવી 2,85,600ના વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે પીકઅપ ડાલા સહિત કુલ 5,85,600નો મુદ્દામાલ ઝડપી પાડી આગળની કાર્યવાહી કરી છે. આ સાથે અંધારાનો લાભ લઇ ભાગે છુટેલા પીકઅપ ડાલાના માલિક સામે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરા પાસેથી સ્થાનિક પોલીસે દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જીલ્લા પોલીસ વડાની સુચનાથી પીએસઆઇ થરા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન બાતમનીએ આધારે એક પીકઅપ ડાલાને રોકી તેની તલાશી લેવામાં આવી હતી. આ દરમ્યાન અંધારાનો લાભ લઇ ચાલક ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે પીકઅપ ડાલામાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ 59 તથા છુટી બોટલો નંગ 30 મળી કુલ નાની મોટી બોટલો નંગ.2424 કી.રૂ.2,85,600, પીકઅપ ડાલુ કિ.રૂ.3,00,000 સહિત કુલ કિ.રૂ.5,85,600નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.