આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડોદરા

વડોદરામાં દબાણ હટાવ કામગીરી દરમ્યાન 50 થી વધુના દબાણો હટાવવામાં આવ્યા હતા. આ દરમ્યાન સ્થાનિક રહીશો અને પાલિકાના અધિકારીઓ વચ્ચે નજીવુ ઘર્ષણ થયુ હતુ. સામાન્ય ઘર્ષણ બાદ દબાણ હટાવ કામગીરીને સ્વૈચ્છિક સમર્થન પણ મળ્યુ હતુ. આ સાથે ખાનગી જમીન પર સંપાદન કરવાની કાર્યવાહીમાં તેના માલિકોને નિયમ મુજબ વળતર ચૂકવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરા મહાનગરપાલિકા દ્રારા દંતેશ્વર વિસ્તારમાં દબાણ હટાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચિત્રાનગરમાં 12 મીટરના રોડ પરનાં 50 થી વધુના દબાણો હટાવવા પાલિકાની દબાણ શાખાએ કામગીરી શરૂ કરતાં સ્થાનિક રહીશો અને પાલિકાના અધિકારીઓ વચ્ચે નજીવું ઘર્ષણ થયું હતું. નજીવા ઘર્ષણ સિવાય પાલિકાએ ધરેલી કામગીરીને સ્વૈચ્છિક સમર્થન પણ મળ્યું હતું.આ વિસ્તારમાં દુર્ઘટના ટાણે સરકારી વાહનની અવરજવરમાં અડચણ થતા લોક માંગણીના સંદર્ભે પણ દબાણો સહિત ખાનગી જમીનની સંપાદનની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.

સમગ્ર મામલે પાલિકાના દબાણ હટાવ શાખાના અધિકારીના જણાવ્યુ હતુ કે, દંતેશ્વરમાં ચિત્રાનગરમાં 12 મીટરના રોડ પર રોડ લાઈનમાં થયેલા દબાણો અને ખાનગી જમીન સંપાદન કરવાની હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ મંગળવારે પાલિકાના વિવિધ વિભાગો, જી.ઈ.બી અને પોલીસની ટીમો સાથે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.પાંચ મકાનો સહિત કંમ્પાઉન્ડ વોલ, કાચા શેડ સહિત અંદાજે 50 જેટલાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

કામગીરીની શરૂઆતમાં નજીવા ઘર્ષણ સિવાય સ્થાનિકોના સહકારથી શરૂ કરાયેલ કામગીરી સાંજ સુધીમાં પૂરી કરી દેવાશે.ખાનગી જમીન પર સંપાદન કરવાની કાર્યવાહીમાં તેના માલિકોને નિયમ મુજબ વળતર ચૂકવવાની પણ કાર્યવાહી હાથ ધરાશે.જોકે આ વિસ્તારના લોકો દ્વારા પણ આ રોડ પરથી અગ્નિશમન દળ તેમજ પોલીસના ભારે વાહનો પણ જઈ શકતાં ન હોવાથી લોકોએ પણ રસ્તો ખુલ્લો કરાવવા માંગણી કરી હોવાનું જણાવાયુ છે.

30 May 2020, 2:25 AM (GMT)

COVID-19 Global Stats

6,064,607 Total Cases
367,479 Death Cases
2,685,392 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code