કાર્યવાહી@અમદાવાદ: નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું, SOGએ 2 ઇસમને દબોચ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં નકલી ચલણી નોટો છાપવાનું એક ‘કારખાનું’ પકડાયું છે. અમદાવાદ SOG ક્રાઇમે નકલી નોટ પ્રિન્ટીંગ કરતા બે આરોપીને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ઇસનપુર વિસ્તારમાં અકે ઘરમાં જ પ્રિન્ટર દ્વારા નકલી ચલણી નોટો છાપતા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો અમદાવાદ SOG ક્રાઇમે આરોપીઓ
 
કાર્યવાહી@અમદાવાદ: નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું, SOGએ 2 ઇસમને દબોચ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં નકલી ચલણી નોટો છાપવાનું એક ‘કારખાનું’ પકડાયું છે. અમદાવાદ SOG ક્રાઇમે નકલી નોટ પ્રિન્ટીંગ કરતા બે આરોપીને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ઇસનપુર વિસ્તારમાં અકે ઘરમાં જ પ્રિન્ટર દ્વારા નકલી ચલણી નોટો છાપતા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ SOG ક્રાઇમે આરોપીઓ પાસેથી બે લાખ બત્રીસ હજારની નકલી ચલણી નોટો અને અન્ય વસ્તુઓ કબજે કરી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં અગાઉ પણ નકલી ચલણી નોટો છાપી હોવાનું સામે આવ્યું છે.