કાર્યવાહી@અંબાજી: રીક્ષામાં બેસી મોબાઇલમાં લુડો ગેમ પર જુગાર રમતાં 4 ઇસમો ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર કોરોનાકાળ વચ્ચે અંબાજીમાં રીક્ષામાં બેસી ફોનમાં લુડો ગેમ ઉપર જુગાર રમતાં 4 ઇસમો ઝડપાયા છે. અંબાજી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી મળતાં તાત્કાલિક સ્થળ પર રેઇડ કરી હતી. જ્યાં રીક્ષામાં બેસી કેટલાંક ઇસમો મોબાઇલમાં લુડો ગેમ ચાલુ કરી જુગાર રમતાં હતા. જેથી પોલીસે તમામને ઝડપી પાડી રોકડ રકમ, મોબાઇલ
 
કાર્યવાહી@અંબાજી: રીક્ષામાં બેસી મોબાઇલમાં લુડો ગેમ પર જુગાર રમતાં 4 ઇસમો ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોનાકાળ વચ્ચે અંબાજીમાં રીક્ષામાં બેસી ફોનમાં લુડો ગેમ ઉપર જુગાર રમતાં 4 ઇસમો ઝડપાયા છે. અંબાજી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી મળતાં તાત્કાલિક સ્થળ પર રેઇડ કરી હતી. જ્યાં રીક્ષામાં બેસી કેટલાંક ઇસમો મોબાઇલમાં લુડો ગેમ ચાલુ કરી જુગાર રમતાં હતા. જેથી પોલીસે તમામને ઝડપી પાડી રોકડ રકમ, મોબાઇલ અને રીક્ષા સહિત કુલ કિ.રૂ.1,04,580નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે તમામ ઇસમો વિરૂધ્ધ જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના યાત્રાધામ અંબાજીમાંથી મોબાઇલમાં જુગાર રમતાં ચાર ઇસમો ઝડપાયા છે. અંબાજી PI જે.બી.આચાર્યના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, અંબાજી ખોડીવર્લી સર્કલ પર પીયાગો રીક્ષામાં કેટલાક ઇસમો જાહેર રોડ પર મોબાઇલમાં લુડોકીંગ ગેમ ઉપર પૈસાથી લગાવી હારજીતનો જુગાર રમી રમાડે છે. જેથી તાત્કાલિક સ્થળ પર રેઇડ કરી ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અંબાજી પોલીસે ચોક્કસ બાતમી આધારે રેઇડ કરી ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે કાર્યવાહી દરમ્યાન રામાભાઇ હોનાભાઇ અંગારી, નવીનભાઇ સોમાભાઇ પટેલ, ભુપતજી હરચંદજી ઠાકોર અને હરેશભાઇ રમેશભાઇ અગ્રવાલને ઝડપી પાડ્યા હતા. આ સાથે તેમની પાસેથી રોકડ રકમ રૂ.1580, મોબાઇલ નંગ-1 કિ.રૂ.3000 અને પીયાગો રીક્ષાની કિ.રૂ.1,00,000 મળી કુલ કિ.રૂ.1,04,580નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ તરફ તમામ ઇસમો વિરૂધ્ધ અંબાજી પોલીસે જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.