આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર.કોમ અમીરગઢ

કોરોના કહેર વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂની હેરફેર યથાવત્ હોય એવી સ્થિતિ બની છે. અમીરગઢ પોલીસ ની કિંમત અમીરગઢ ચેકપોસ્ટ ઉપર વાહન દરમિયાન વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. રાજસ્થાન કી એક ટ્રકમાં લઈ જવાતો લાખોનો વિદેશી દારૂ ઝડપાતા ચકચાર મચી ગઇ છે. કાર્યવાહી દરમિયાન અમીરગઢ પોલીસે વિદેશી દારૂ સહિત 25.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલ જિલ્લામાં પ્રોહિબિશનના કડક કાર્યવાહી કરવા આદેશ આપેલ છે જે અનુસંધાને અમીરગઢ PSI એચ એન પટેલ સહિતની ટીમ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ માં હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતા એક ટ્રકને રોકી તલાસી લેતા અંદરથી કટ્ટાની આડમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 15.69 લાખના દારૂ સહિત દારૂ ભરાવનાર, ટ્રક ચાલક અને ખલાસી સહિતના સામે ગુનો નોંધ્યો છે. આ સાથે કુલ 25.70 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code